હેડલાઈન @ 9 AM -04.05.2021

May 4, 2021 125

Description

HEADLINE 9 AM -04.05.2021
==========
પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ઇંધણના ભાવમાં ભડકો.. પેટ્રોલ-ડીઝલમાં 14થી 17 રૂપિયાનો વધારો.. રાજધાની દિલ્હીમાં 90 રૂપિયાને પાર પેટ્રોલ
==========
રાજ્યમાં કોરોનાના 12 હજાર 820 કેસ સાથે વધુ 140 દર્દીના મોત… સૌથી વધુ અમદાવાદમાં 4671 કેસ..સરકારી-ખાનગી હોસ્પિટલમાં બેડનો અભાવ..
==========
સુરત સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના વેક્સિનેશન સેન્ટરને લાગ્યા તાળા.. રસીની અછતને પગલે બંધ કરાયા સેન્ટર.. તંત્રના દાવાની ખુલી પોલ..
==========
પુરજોશમાં રસીકરણની વાતો વચ્ચે પ્રથમ ગ્રાસે મક્ષિકા…. અમદાવાદ વડોદરા અને સુરતમાં આજે 45થી વધુ ઉંમરના લોકોને નહીં અપાય રસી…
==========
એક બાજુ રસી આપવામાં ઠાગાઠૈયા અને બીજી બાજુ 4 લાખ 79 હજારથી વધુ ડોઝ બાતલ ગયા…ગુજરાતનો વેસ્ટેજ રેટ દેશમાં સૌથી વધુ..
==========
દેશભરમાં ઓક્સિજનની અછત વચ્ચે જર્મની, કુવૈત અમેરિકાએ લંબાવ્યો મદદનો હાથ.. એરફોર્સના વિમાનમાં પહોંચાડ્યા ઓક્સિજન કન્ટેનર
==========

Leave Comments

News Publisher Detail