દેશમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો

April 5, 2021 1745

Description

કોરોનાના આંકડાઓ સતત વધી રહ્યા છે તેવામાં આ આંકડાઓ હવે રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી રહ્યા છે. દરરોજના એક લાખના આંકડાની સંખ્યા વટાવી છે. દેશમાં રવિવારે રેકોર્ડ બ્રેક 1 લાખ 3 હજાર 794 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બરના રોજ 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477નાં મોત થયાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રેકોર્ડ 50,438નો વધારો થયો છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ મળી આવ્યા છે.

Leave Comments

News Publisher Detail