Tags

new video Watch Video
પોરબંદરમાં વાવાઝોડાને લઈને તમામ પ્રકારે સતર્કતા

પોરબંદરના કલેકટર અશોક શર્મા દ્વારા વાવાઝોડાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. અશોક શર્માએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. 40 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. 7 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર  કરવામાં આવશે. સુભાષનગર, જ્યુબિલી વિસ્તારમાં અસર થઈ શકે છે.  

watch video
new video Watch Video
ગીરસોમનાથમાં વાવાઝોડાને પગલે લોકોનું સ્થળાંતર

ગીર સોમનાથમાં વાવાઝોડાના પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આરોગ્ય ટીમે 20 સગર્ભાઓનું સ્થળાંતર કર્યું છે. 7 માસથી વધુનો ગર્ભ ધરાવતી સગર્ભાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉના દરિયા કાંઠે NDRFની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.  

watch video
new video Watch Video
સુરતમાં કોરોનાની સાથે મ્યુકર માઈકોસિસનો હાહાકાર

સુરતમાં મ્યુકર માઈકોસિસથી લોકો ભયભીત થયા છે. મ્યુકર માઈકોસિસના કારણે 10 લોકોની આંખ કાઢવી પડી છે. યોગ્ય ઈલાજ ન થતાં આંખ કાઢવી પડી હતી.

watch video
new video Watch Video
દાહોદમાં સેવાભાવી લોકો દ્વારા કોરોના દર્દીઓને મદદ

દાહોદના સંતકૃપા પરીવાર દ્વારા કોરોનાની મહામારીમાં હોંમ કોરોન્ટાઈન થયેલા લોકોને ઘરે ઘરે જઇને ટિફિન આપીને સેવા કરી રહ્યા છે.  અત્યાર સુધી ૭૦ હજાર કરતાં વધુ લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. ફુડ પેકેટ, ટીફીન અને ભોજનનો દરરોજ 300 જેટલા લોકો લાભ લે છે.

watch video
new video Watch Video
રસી થકી જ નાથી શકાશે કોરોના, રસી લેવા સંદેશ ન્યૂઝની લોકોને અપીલ

કોરોનાની રસી લીધા પછી કોરોનાની ફક્ત સામાન્ય અસર જોવા મળી છે. જેના અનેક દાખલા છે. સંદેશ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે રસીથી કોઈ જ ગેરફાયદા નથી રસી અવશ્ય લો. જો તમે રસી લીધી હશે તો કોરોનાને માત સાવ આસાનીથી આપી શકશો એ પાક્કુ છે.

watch video
new video Watch Video
મહારાષ્ટ્રથી લોકો ગુજરાતમાં કરી રહ્યા છે ઘૂસણખોરી

મહારાષ્ટ્રથી ગુજરાતમાં બેરોકટોક ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. લૉકડાઉનના પગલે લોકો ગુજરાતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. ઘરવખરીનો સામાન લઈ ઉમરગામમાં લોકો પ્રવેશ કરી રહ્યા છે. તલાસરી-ડહાણુ માર્ગે વાહનોની કતાર લાગી છે. સોળસુંબા પાસે કોઈ સુરક્ષાકર્મી, મેડિકલ સ્ટાફ નથી.  

watch video
new video Watch Video
અમદાવાદઃ ટેસ્ટ કરાવવા લોકોની લાંબી લાઈનો લાગી

અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરાવવા લોકોની લાંબી લાઈનો લાગી છે. ટેસ્ટ કરવા માટે હજુ કોઈ આવ્યુ નથી. હરીદર્શન ક્રોસ રોડ, સેલબીની સામે , નરોડા ટેસ્ટ કરવા માટે કોઈ વ્યક્તિ હજુ આવ્યા નથી.

watch video
new video Watch Video
કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની જનતા સાથે સરકારનો સૌથી મોટો ખેલ…!

સંદેશ ન્યૂઝ પર સૌથી મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. સરકારી તંત્રનો પોલખોલ રિપોર્ટ સામે આવ્યો છે. કોરોનાથી મોતના આંકડા તંત્ર છુપાવી રહ્યું છે. સંદેશ ન્યૂઝ પર સરકારની બેવડી નીતિનો પર્દાફાશ થયો છે. સિવિલમાંથી 17 કલાકમાં 63 મૃતદેહો સ્મશાને પહોંચ્યા છે. રોજ 80થી 90 મૃતદેહ સ્મશાને પહોંચે છે. સંદેશની ટીમનું સિવિલમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ થયું છે. […]

watch video
new video Watch Video
રાજકોટમાં ઓક્સિજન માટે લાગી લાઈન

રાજકોટમાં ઓક્સિજન માટે કતાર લાગી છે. બોલબાલા ટ્રસ્ટમાં ઓક્સિજન માટે કતાર લાગી છે. હોમ આઈસોલેટ દર્દીના સગા ઉમટી પડ્યા છે. રૂ.150માં ઓક્સિજન બોટલ પુરી પાડવામાં આવે છે.  

watch video
new video Watch Video
અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગમાં લોકોને હાલાકી

અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગમાં લોકોને હાલાકી પડી રહી છે. ટેસ્ટિંગ બુથ બહાર વહેલી સવારથી જ લોકોની ભીડ જામી રહી છે.  અનેક ટેસ્ટિંગ બુથમાં આરોગ્યકર્મીઓ જ ગેરહાજર છે. 8 વાગ્યાથી ટેસ્ટિંગ ચાલુ કરવાની સૂચના અપાઈ છે. એસજી હાઈવે પર ટેસ્ટિંગ બુથ બહાર કતાર લાગી છે.

watch video
News Publisher Detail