Tags

new video Watch Video
કોરોનાના કારણે રાજકોટમાં ખેડૂતોએ બેન્ક ધીરણમાં રોટેશનની માંગ કરી

કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે રાજકોટમાં ખેડૂતોએ બેન્ક ધીરણમાં રોટેશનની માંગ કરી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા બેન્ક લોનમાં વ્યાજ કેન્દ્ર અને રાજય સરકાર ભરે તેવી માગ કરવામાં આવી છે. બેંકોમાં કર્મચારી 50 ટકા સ્ટાફ હોય છે. ત્યારે એકસાથે વધુ ખેડૂતો એકત્ર થશે તો ફરી કોરોના ગામડાઓ વધશે જેને લઈને ખેડુતોને બેન્ક લોનમાં રોટેશન કરી આપવાની […]

watch video
new video Watch Video
મહીસાગર : જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર

મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભાદર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ખાનપુર વીરપુર અને લુણાવાડા તાલુકાના ખેડૂતોને પાણી મળશે. પીવાના પાણી અને પશુના ઘાસચારા માટે કરેલ વાવેતરને પાણી અપાશે. સિંચાય વિભાગ દ્વારા મહત્વ નો નિર્ણય કરવામાં આવ્યો છે.

watch video
new video Watch Video
હળવદના ચંદ્રગઢના ખેડુતે મિશ્ર પાક તરીકે સુરજમુખીનુ વાવેતર કર્યું

મોરબીના હળવદ તાલુકાના ચંદ્રગઢના ખેડુતે મિશ્ર પાક તરીકે સુરજમુખીનુ વાવેતર કર્યું. પોતાની કોઠાસૂઝથી ઘઉના વાવેતરમાં પારા ઉપર માત્ર 650 રૂપિયાના નજીવા ખર્ચે સૂરજમુખીનુ વાવેતર કર્યુ છે. જેમાં 25 વીઘાના ખેતરમાં 6 કિલો સૂરજમુખીના બિયારણનુ વાવેતર કર્યું. જેનો ખર્ચ માત્ર 4 હજાર જેટલો અને તેનુ ઉત્પાદન વીઘા દીઠ 8 મણ જેટલું થાય છે. અને તેનો બજારભાવ […]

watch video
new video Watch Video
પાક વિમા યોજનામાં બે વર્ષમાં 23 લાખ ખેડૂતોની અરજી કરી

પાક વિમા યોજનામાં બે વર્ષમાં 23 લાખ ખેડૂતોની અરજી કરી છે. જેમાં ખેડૂતોને વળતર પેટે માત્ર રૂ.148 કરોડનું ચુકવણું કર્યું છે. તથા રૂ.500 કરોડથી વધુ પ્રીમિયમ ખેડૂતોએ ચૂકવ્યું હતું. જેમાં કેન્દ્રએ 1500 કરોડ, રાજ્યએ 1500 કરોડ પ્રીમિયમ ચૂકવ્યું છે.  

watch video
new video Watch Video
ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર હવે કચ્છના બજારમાં

સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર હવે કચ્છની બજારમાં પણ જોવા મળે છે. ભૂજના દહીંસરા ગામના ખેડૂતે તેની અથાક મહેનતથી આ શક્ય કરી બતાવ્યુ છે.  

watch video
new video Watch Video
પાટણના પ્રગતિશીલ ખેડૂતની વાત મન કી બાત પર

પાટણના પ્રગતિશીલ ખેડૂતની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. મન કી બાતમાં પાટણના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈની ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાની ખેતીની સરાહના કરી છે.

watch video
new video Watch Video
પેટ્રોલ ડીઝલ બાદ ખાતરમાં પણ ભાવ વધારો થતા ખેડૂતોની હાલત કફોડી થઇ

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી થઇ છે. ત્યારે હવે ખાતરમાં પણ ભાવ વધારો થયો છે. ત્યારે ખેડૂતોના માથે ખેતીના ખર્ચનો બોજો વધી રહ્યો છે. જેમાં જૂનાગઢમાં ખેડૂતોએ વધતા ભાવ વધારાનો વિરોધ કર્યો છે.

watch video
new video Watch Video
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભાવ વધારા સામે પોતાની વ્યથા વ્યક્ત કરી

સરકાર એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે. ત્યાં બીજી તરફ ડીઝલના ભાવ અને ખાતરના ભાવ ખેડૂતોની કમર તોડી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભાવ વધારા સામે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. અને આ ભાવ વધારો અંકુશમાં લાવવાની માંગ કરી છે.  

watch video
new video Watch Video
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો

ગુજરાતના ખેડૂતોને વધુ એક માર પડ્યો છે. જેમાં રાસાયણિક ખાતરના ભાવ વધારો થયો છે. તેમાં ASP ખાતર રૂ.975થી વધી રૂ.1150 થયું છે. તથા DAP ખાતર રૂ.1200થી વધીને 1500 થયું છે. તેમજ NPK ખાતર રૂ.1175થી વધી રૂ.1400 થયું છે. તથા 1 માર્ચથી ભાવ વધારો લાગુ પડશે.  

watch video
new video Watch Video
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. ચોમાસામાં સારા વરસાદના પગલે આ વખતે ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે. જોકે સારા ઉત્પાદન સામે આ વખતે ગત વર્ષ કરતા મણે 30થી 40 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યાં છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે 1 મણ ઘઉં ના ખેડૂતોને 340 થી 360 રૂપિયા […]

watch video
News Publisher Detail