Tags

new video Watch Video
સુરતમાં એક પરીણીતા ચાર નરાધમોની હેવાનિયતનો શિકાર બની

એક તરફ મહિલા સુરક્ષાની વાતો તો બીજી તરફ દુષ્કર્મનો શિકાર બનતી મહિલાઓ. સુરત અને ભાવનગરમાં સામે આવી દુષ્કર્મની ઘટનાઓ. સુરતમાં એક પરીણીતા ચાર નરાધમોની હેવાનિયતનો શિકાર બની. તો વલભીપુરમાં સગીરા પર તેના જ કૌટુંબીક સગાએ ધાક ધમકી આપી છ મહિના સુધી દુષ્કર્મ આચર્યું. \

watch video
new video Watch Video
સુરતમાં વેપારીઓને ટાર્ગેટ કરી લૂંટ કરતા રીક્ષા ગેંગના ચાર આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરતમાં ફરી રીક્ષા ગેંગનો આંતક જોવા મળ્યો હતો. ખાસ કરીને વેપારીઓને ટાર્ગેટ કરતી આ ગેંગના ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં આતંક મચાવનાર આ રિક્ષા ગેંગના સાગરિતો કેવી રીતે ચોરીને અંજામ આપતા હતા, શું હતી તેમની મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે આવ્યા પોલીસ ગિરફ્તમાં તમે પણ જુઓ.

watch video
new video Watch Video
ભાવનગરમાં મિઠાઈની દુકાનમાં કામ કરતા કર્મચારીનું અપહરણ

ઘણા વેપારીના અપહરણની ઘટના તમે જોઈ હશે. પણ ભાવનગરમાં કોઈ વેપારીનું નહી પણ વેપારીના ત્યાં કામ કરતા કર્મચારીનું અપહરણ કરવામાં આવ્યુ છે. ભાવનગરની પ્રખ્યાત મિઠાઈની દુકાનમાં કામ કરતા કર્મચારીનું અપહરણ કરી દુકાનના માલિક પાસેથી ખંડણી માગવામાં આવી છે. કોણ છે અપહરણકારો અને કેવી રીતે આવ્યા પોલીસ સંકંજામાં તે પણ જોઈએ.

watch video
new video Watch Video
સોનગઢમાં લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

તાપીના સોનગઢમાં લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો. સોનગઢ પોલીસે યુવકની હત્યાના પગલે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારાને ઝડપી પણ લીધો. આ હત્યારાએ કુહાડીના ઘા મારી યુવકની કરપીણ હત્યા કરી હતી. પણ શા માટે કરી હત્યા. કોણ છે હત્યારો જુઓ આ રિપોર્ટમાં.

watch video
new video Watch Video
અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિતના દાવા વચ્ચે વધુ એક સગીરા છેડતીનો ભોગ

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વધુ એક સગીરા છેડતીનો ભોગ બની છે. નિકોલમાં સગીરા પર દુષ્કર્મ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વધુ એક સગીરાની છેડતીની ફરિયાદ નોધાઈ છે. સગીરાનો બિભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાડોશી યુવકે સગીરાને બ્લેકમેઈલ કરતા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બ્લેકમેઈલ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

watch video
new video Watch Video
બનાસકાંઠા પતિએ જ પત્નીની હત્યા કરી, શું હતું કારણ જાણો આ અહેવાલમાં

બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષક પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ હત્યારા પતિએ પહેલા તો પત્નીનું પગથી ગળુ દબાવી તેની હત્યા કરી નાખી. અને ત્યાર બાદમાં પત્નીના મૃતદેહને ઝાડ પર લટકાવી હત્યાને આત્મહત્યામાં ખપાવાનો પ્રયાસ કર્યો. શા માટે શિક્ષકે કરી તેના પત્નીની હત્યા જોઈએ ક્રાઈમ એલર્ટના આ રિપોર્ટમાં.

watch video
new video Watch Video
અમદાવાદના એક ટયુશન કલાસીસમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ

અમદાવાદના એક ટયુશન કલાસીસમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે… એક વર્ષ બાદ આ ઘટના પરથી પરદો ઉંચકાયો છે… અને કલાસીસ ચલાવતા શિક્ષિકાના પતિએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. 1 વર્ષ બાદ આધેડનો ભાંડો ફૂટતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

watch video
new video Watch Video
દ્વારકા પવિત્ર નગરીમા અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા આ પવિત્ર નગરીને લાંછન લાગ્યું છે

દ્વારકા પવિત્ર નગરી માનવામાં આવે છે. પરંતુ અહી પણ ગુનાખારીએ માઝા મુકી છે. અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા આ પવિત્ર નગરીને લાંછન લાગ્યું છે. ફરી એક વખત આ નગરીમાં 11 વર્ષના બાળક સાથે એક નરાધમે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા દ્વારકાનગરી શર્મશાર બની છે.

watch video
new video Watch Video
અમદાવાદમાં 20 વર્ષીય યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે

અમદાવાદમાં 20 વર્ષીય યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવાને પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. કોણ છે આ યુવક અને શા માટે કરી આત્મહત્યાનું જોઈએ આ રિપોર્ટમાં.

watch video
new video Watch Video
પંચમહાલના કાલોલમાં રાયસીંગપુરા ગામના ખેતરમાંથી ધારદાર હથિયારથી ગળુ કાપેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

પંચમહાલના કાલોલમાં રાયસીંગપુરા ગામના ખેતરમાંથી ધારદાર હથિયારથી ગળુ કાપેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. કોણ છે આ યુવતી. કોણે કરી તેની હત્યા. અને શા માટે. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

watch video
News Publisher Detail