Tags

new video Watch Video
સુરતમાં પુર ઝડપે દોડતી કારે સર્જ્યો અકસ્માત, ઘટના CCTVમાં કેદ

સુરતમાં આવેલા ડુમ્મસ પીપલોદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારચાલકની બેદરકારીના કારણે ફુલ સ્પીડમાં આવેલી કારે અનેક બાઇકોને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ હતી.  જેમાં ફુલ સ્પીડમાં આવતી કાર પરનો ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી હોટલમાં ઘુસી ગઇ હતી. આ સમગ્ર ઘટનાની તપાસ ડુમ્મસ પોલીસ હાથ ધરી છે.. […]

watch video
new video Watch Video
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કાર અકસ્માત, 3નાં મોત, 3 ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કારને અકસ્માત નડ્યો છે. કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક રાહે સારવાર આપવામાં આવી રહી છે. સનોરા સીરામિકની કારમાં સવાર લોકો મોરબીથી ગાંધીનગર સીરામિક એક્સપોમાં ભાગ લેવા જતા હતા ત્યારે ધ્રાંગધ્રા નજીક કારને અકસ્માત નડ્યો હતો.  

watch video
new video Watch Video
બગોદરા પોલીસ સ્ટેશન સામે અકસ્માત, 2 લોકોને ઇજા

અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશનની સામે મોડીરાતે અકસ્માત સર્જાયો હતો. રોડની રોંગસાઈડ પર આવતા ટ્રકે પોલીસની 100 નંબરની ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફરજ પરના 2 પોલીસ કોન્સ્ટેબલોને સામાન્ય ઈજા પહોંચી હતી. બંને કોન્સ્ટેબલોને સારવાર માટે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

watch video
new video Watch Video
કોડીનાર હાઈવે પર ત્રિપલ અકસ્માત

કોડિનાર હાઈવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પ્રવાસી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં બસમાં સવાર 50 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. કલોલથી સોમનાથ જતી બસ કોડિનારના દેવલી ગામ અકસ્માતનો ભોગ બની હતી.

watch video
new video Watch Video
તારાપુર બગોદરા હાઈવે પર ત્રિપલ અકસ્માત, 4નાં મોત

તારાપુર બગોદરા હાઈવે પર ત્રિપલ અકસ્માત થયો છે. કરબારા નજીક ઓનેસ્ટ હોટેલ સામે બે ટ્રક તથા એક કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. મૃતકમાં બે પુરૂષ અને બે સ્ત્રી સામેલ છે. તમામને પીએમ માટે તારાપુર હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માતમાં તમામ મૃતક મહારાષ્ટ્રના રહેવાસીઓ હોવાનું જાણવા […]

watch video
new video Watch Video
મોબાઇલે લીધો 18 વર્ષિય યુવકનો જીવ !!!

વડોદરાના છાણી વિસ્તારમાં 18 વર્ષના કિશન પટેલ પટેલનું રેલવેની હડફેટે મોત થયું છે. કિશન ટ્રેક પર ચાલતા ચાલતા મોબાઈલમાં એટલો મશગૂલ થઈ ગયો હતો કે તેને ના તો ધસમસતી ટ્રેનનો અવાજ સંભળાયો, ના તો ટ્રેનની વ્હીસલ સંભળાઇ કે ના તો તેના મિત્રોનો અવાજ.

watch video
new video Watch Video
ખતૌલીમાં રેલવે અકસ્માત મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી

ઉત્તર પ્રદેશમાં મુજ્જફરનગરના ખતૌલીમાં થયેલા કલીંગ ઉત્કલ ટ્રેન અકસ્માતમાં ઘણા અધિકારીયો પર ગાજ પડી છે. આ અકસ્માતે રેલ વિભાગની કામગીરી અને રેલ મંત્રી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ત્યારે ભારતીય રેલના ઈતિહાસમાં પ્રથમ વખત તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવી છે…જેમાં રવિવારે રેલ વિભાગ દ્વારા એના બોર્ડ મેમ્બર, જીએમ અને ડીઆરએમને તાત્કાલીક પ્રભાવથી રજા પર મોકલી દેવામાં […]

watch video
new video Watch Video
ચંદીગઢમાં નેહા ધૂપિયાનો એક્સીડન્ટ

ચંદીગઢમાં નેહા ધૂપિયાનો એક્સીડેન્ટ થયો છે. પોતાનો શો “નો ફિલ્ટર નેહા”ના પ્રમોશન માટે ચંઢીગઢ ગયા હતા જ્યાં તેમને એક્સીડન્ટ સર્જાયો હતો. જે સમય એક્સીડન્ટ થયો ત્યારે નેહા મુંબઇની ફ્લાઈટ માટે ચંદીગઢ એરપોર્ટ જઈ રહ્યા હતા. મહત્વનું તો એ છે કે એક્સીડેન્ટના કારણે રોડ પર ભયંકર જામ લાગી ગયો હતો. જ્યારે આ ઘટનામાં કોઈને ઈજા નહોતી […]

watch video
new video Watch Video
“મોત”ની વાનમાં બાળકોની સવારી, જુઓ આ વિડીયો

વડોદરામાં આજે બેફામ ગતી વાન ચલાવતો ડ્રાઇવર અકસ્માત નોતરી બેઠો હતો. વડોદરાના મુક્તાનંદ સર્કલ પાસેના આ બનાવમાં સ્કુલવાન પલટી ખાઇ ગઇ હતી અને વાતાવરણ બાળકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ડ્રાઇવરની ગંભીર બેદરકારીનો ભોગ નિર્દોષ બાળકો બન્યા હતા અને 10 કરતા વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થળ પર હાજર લોકો તાત્કાલીક બાળકોની મદદે પહોંચી હયા હતા. […]

watch video
News Publisher Detail