પોતાને ઇમાનદાર બતાવતી રાકેશ અસ્થાનાની શોર્ટ ફિલ્મ થઇ વાયરલ

October 26, 2018 6560

Description

જેના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે તે CBIના સ્પે. ડિરેક્ટર રાકેશ અસ્થાનાનો વીડિયો વાયરલ થયો છે. આસ્થાના દ્રારા પોતાને ઈમાનદાર ઓફિસર દર્શાવતી શોર્ટ ફિલ્મ બનાવવમાં આવી હતી. આ શોર્ટ ફિલ્મ હાલ સોશીયલ મિડીયામાં ટ્રોલ થઇ છે.  વીડિયોમાં અસ્થાનાને કર્તવ્યનિષ્ઠ, નિષ્ઠાવાન ઓફિસર દર્શાવાયા છેે.

વીડિયોમાં અસ્થાનાની મહાપુરુષો સાથે સરખામણી કરવામાં આવી છે. સરદાર પટેલ, સ્વામી વિવેદાનંદ અને સુભાષચંદ્ગ બોઝ સાથે સરખામણી કરવામાં આવતી આ શોર્ટ ફિલ્મ છેલ્લા 24 કલાકમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યી છે. ત્યારે  કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે.

મહાપુરુષો સાથે કોઈ ઓફિસરોની સરખામણી કેટલી યોગ્ય ?

આપને જણાવી દઇએ કે અસ્થાના પર મોઈન કુરેશી પાસેથી રૂ.2 કરોડથી વધુની લાંચ લીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અસ્થાના સામે CBIએ ફરિયાદ દાખલ કરતા મામલો સામે આવ્યો હતો અને હાલ રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાયા છે.

Leave Comments

News Publisher Detail