સંદેશ વિશેષ -વારસાનું નવીનીકરણ -12.03.2021

March 12, 2021 500

Description

ગાંધી.. આ શબ્દથી ભુતકાળ, વર્તમાન કે, ઇતિહાસ ક્યારેય પણ અપરિચિત નહીં રહે.. અહિંસા એક માત્ર હથિયાર અને સત્યનું સંગાથ.. આપણા માટે એનાથી વધારે ગર્વ કરવાનો અનુભવતો કયો હોય શકે કે, જેમણે આખા દેશને આઝાદી અપાવી, આઝાદી માટે એક લડત ચલાવી એ વ્યક્તિત્વ મુળ ગુજરાત સાથે જોડાયેલું છે.. હવે આ વારસાને સાચવવી એ આપણી ફરજ પણ છે અને પ્રતિજ્ઞા પણ.. આ વારસાને સાચવવા માટે જ આશ્રમનું નવીનીકરણ એક શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પરિકલ્પિત છે.. આ ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે જ આ આશ્રમનું નવીનીકરણ કરવામાં આવશે.. આ નવીનીકરણ નવા ભારતના ઇતિહાસમાં સૌથી અગત્યનું હશે અને ભવિષ્યમાં આવનારી પેઢી માટે ગાંધીની ઓળખ પ્રદાન કરશે..

વારસાનું જતન કરવાની આ શરુઆત છે.. મહાત્મા ગાંધીના આખાય આશ્રમમાં વિકાસની હરણફાળ ભરવામાં આવશે.. આધુનિકતા અને સંસ્કૃતિનો સંકલ્પ જોવા મળશે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમનું સપનું હતું કે, ગાંધીજીના આ સાબરમતી આશ્રમને એક નવી આભા તરીકે વિકસાવવામાં આવે.. હવે એ સપનું સાકાર થવા તરફ જઇ રહ્યું છે..

સાબરમતી આશ્રમ શાંતિ અને સુખનું એવું સરનામું છે જ્યાં મહાત્મા ગાંધી એટલે કે, આપણા બાપુએ જીવનના 13 વર્ષ વિતાવ્યા.. 13 વર્ષની અંદર અનેક યાદો સાબરમતી આશ્રમ સાથે જોડાયેલી છે અને આજે પણ અકબંધ છે..

Leave Comments

News Publisher Detail