સંદેશ વિશેષ -આઝાદ ગુલામ -27.02.2021

February 27, 2021 305

Description

2014ની લોકસભામાં ચૂંટણી હાર્યા બાદ સત્તાથી દૂર થઈ ગયેલી કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ યથાવત્ છે. સત્તા વગરનું સંગઠન હવે દિવસેને દિવસે નબળું પડી રહ્યું છે. ગત્ત ઓગસ્ટમાં સોનિયા ગાઁધીને પત્ર લખી પોતાની નારાજગી દર્શાવી ચૂકેલાં 23 દિગ્ગજ કોંગી નેતાઓ ફરી ગુલામ નબી આઝાદના રાજ્યસભા રિટાર્યમેન્ટ બાદ એકજુથ થયા છે. આ વખત તો પત્ર તો છોડો મોટું સંમેલન કરી પ્રજા સમક્ષ આવ્યા છે.

દેશના ત્રણ રાજ્યોને બાદ કરતાં મોટા ભાગના તમામ રાજ્યોમાં સત્તાથી દૂર થઈ ગયેલી કોંગ્રેસ હવે જુથવાદમાં પંકાઈ ગઈ છે. અહીં હવે સત્તાની વિમુખતાં નજરે ચઢી રહી છે. સોનિયા ગાંધી બાદ હવે રાહુલ ગાંધી સામેની નારજગી વ્યક્ત કરવાં આજે કોંગ્રેસના 23 દિગ્ગજ નેતાઓએ જમ્મુ- કાશ્મીરમાં શાંતિ સંમેલન કરી ખુલ્લો મોરચો માંડ્યો છે.

Leave Comments

News Publisher Detail