સંદેશ વિશેષ -લોકડાઉન જરૂરી

April 6, 2021 620

Description

કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત દેશ આખાને અજગરની જેમ ભરડામાં લીધો છે ત્યારે લોકોમાં ફરી લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે… રેકોર્ડ બ્રેક રીતે એક દિવસમાં નોંધાતાં પોઝિટિવ કેસનો 1 લાખે પહોંચેલો આંક જ દેશની સ્થિતિનો ચિતાર આપી રહ્યો છે… દર્દીઓની હાલત અને બાળકો સુધી પહોંચેલો કોરોના એવું સ્પષ્ટ રીતે સાબિત કરી રહ્યો છે કે લોકડાઉન જરૂરી છે….

ગુજરાત સહિતના રાજ્યોમાં વિકરાળ સ્વરૂપે સંક્રમણ ફેલાવી રહેલાં કોરોનાએ ફરી વિકટ સ્થિતિ સર્જી દીધી છે… કાળમુખો કોરોના લોકોના જીવને કોળીયાની જેમ ગળી રહ્યો છે… અત્ર..તત્ર.. સર્વત્ર સંભળાઈ રહી છે માત્ર ને માત્ર કોરોનાની ચીખો… આ સ્થિતિ હવે ડરાવી રહી છે… આવા દ્રશ્યો તો 2020માં પણ નહોતા સર્જાયા… જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે…

દેશમાં કોરોનાએ મચાવેલાં આંતકમાં ગુજરાત પણ બાકાત નથી રહ્યું…છેલ્લા 10 દિવસથી ઈતિહાસ સર્જતાં આવી રહેલાં કોરોના પોઝિટિવ કેસના આંક ગુજરાતની સ્થિતિ પણ બગાડી રહ્યું છે… ગુજરાત ચારેય મોટા શહેરોની સ્થિતિ હાલ બદથી બદતર બની ગઈ છે. ત્યારે હવે ગુજરાત પણ લોકોડાઉનના ભણકારાં વાગી રહ્યા છે….રાજ્ય સરકાર કોઈ પણ ઘડીએ લોકડાઉન લગાવી દે તેવી સ્થિતિ સર્જાય છે.

Leave Comments

News Publisher Detail