સંદેશ વિશેષ -તૈયારી કેટલી – 03.05.2021

May 3, 2021 80

Description

કોરોનાની સ્થિતિ અને દેશની પરિસ્થિતિ, આ સમયે ક્યાં ઉભા છીએ આપણે.. કેમ કે, હોસ્પિટલની બહાર એવી જ લાઇનો, ઓક્સિજન માટે એવી જ મથામણ દરેક જગ્યાએ નજર આવે છે તો લોકોના મનમાં શંકા થવી સામાન્ય છેકે, કોરોનાની વિરૂદ્ધ આ લડાઇમાં આ સમયે આપણે છીએ ક્યાં.. જો તૈયારીઓ થઇ રહી છે તો, જમીન પર ફરક દેખાય કેમ નથી રહ્યો વેક્સિનેશનના હિસાબે રફ્તાર વધારવાની શું તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તમામ સવાલો મનને હચમચાવી રહ્યા છે અને આ માટે જ આજે કોરોના સામે આ જે સંગ્રામ ચાલી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું થશે.. મહામારીની ત્રીજી લહેર અને અન્ય મહામારીમાં આપણે કેવી રીતે ટકી શકીશું.. આજે વિશેષમાં આ તમામ મુદ્દાઓની હકિકત જાણીએ..

સૌથી પહેલા એ વાત કે, જો કહેવામાં આવે કે, આ મહિનાની અંદર જ કોરોનાની પીક હજુ આવશે.. અને એ સમયગાળામાં કેસ રોજના 5 લાખની આસપાસ આવશે તો.. આ સ્થિતિ હકિકતમાં ચિંતા ઉપજાવનારી છે કેમ કે, અત્યારે જ પરિસ્થિતિ આવી હોય તો, આવનારા સમયમાં શું થશે.. પરંતુ, વૈજ્ઞાનિકોનું કહેવું છે સમય આનાથી પણ વધુ ખરાબ આવશે..

કોરોનાની પકડમાં આવેલો દેશ આના ચૂંગલમાંથી છુટવા માટે તડપી રહ્યો છે.. દેશમાં રોજ આવતા સંક્રમણના આંકડા અને મોતની સંખ્યાએ લોકોમાં દહેશત પેદા કરી દીધી છે.. સૌ કોઇના મનમાં એક જ સવાલ છેકે, આખરે ક્યારે આ ભયાનક મહામારીમાંથી નિજાત મળશે.. પરંતુ, એક અભ્યાસ તમારી ચિંતા જરૂરથી વધારી દેશે..

Leave Comments

News Publisher Detail