દુનિયાભરમાં આતંક મચાવી ચૂકેલાં કોરોનાએ પોતાનું સ્વરૂપ મજબૂત કર્યું

April 4, 2021 1745

Description

પહેલી લહેર વખતે દુનિયાભરમાં આતંક મચાવી ચૂકેલાં કોરોનાએ હવે બીજી લહેર વખતે પોતાનું સ્વરૂપ જ બદલી નાંખ્યું છે. પહેલી લહેર વખતે સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરી બેઠેલો કોરોના હવે જુવાનીયાઓ અને નાનકડાં ભુલકાઓને ટાર્ગેટ બનાવી રહ્યો છે. 800થી 1000 નવા રૂપ સાથે ફરી મેદાને ઉતરેલાં કોરોનાએ સમગ્ર દુનિયાને ફરી હચમાવી દીધો છે. જાણે કે આતંકવાદીઓ ફરી બોમ્બ ફોડ્યો હોય.

આખી દુનિયામાં આવેલી કોરોનાની બીજી લહેર એટલી બધી ઘાતક બનતી જાય છે કે હવે લોકો રસી લીધા બાદ પણ સંક્રમિત થઈ રહ્યા છે. એક બાજુ વિશ્વ આખું રસીકરણ પ્રક્રિયામાં વ્યસ્ત છે તો બીજી બાજુ કોરોના પોતાનું સંક્રમણ વધુને વધુ ફેલાવવામાં વ્યસ્ત છે. ખેરખા ડોક્ટરો પણ હવે તેના હથિયારો કોરોના સામે નીચે મુકી રહ્યા છે. એની દહેશત જ એટલી ભયાનક બની ગઈ છે કે દુનિયા આખી ત્રાહિમામ. ત્રાહિમામ પોકારી ઉઠી છે.

Leave Comments

News Publisher Detail