ગુજરાતમાં કોરોના રેકોર્ડબ્રેક સ્તરે, એક દિવસમાં નોંધાયા 11403 કેસ

April 20, 2021 1565

Description

ગુજરાતમાં કોરોનાના નવા 11403 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે વધુ 117 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 5494 દર્દીના મોત થયા છે. આજે વધુ 4179 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 3, 41, 724 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં 4258 કેસ, 23નાં મોત થયા છે. સુરતમાં નવા 2363 કેસ, 28નાં મોત થયા છે. વડોદરામાં 615 અને રાજકોટમાં 761 કેસ નોંધાયા છે. જામનગરમાં 389 અને ભાવનગરમાં 215 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 239 અને જૂનાગઢમાં 120 કેસ નોંધાયા છે. મહેસાણામાં 418, બનાસકાંઠામાં 195, ભરૂચમાં 169 કેસ નોંધાયા છે. પાટણમાં 145, કચ્છમાં 124, તાપીમાં 109 કેસ નોંધાયા છે. આણંદમાં 99, સુરેન્દ્રનગરમાં 98, અમરેલીમાં 94 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 94, ખેડામાં 91, નવસારીમાં 87 કેસ નોંધાયા છે. નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71 કેસ નોંધાયા છે. પંચમહાલમાં 67, બોટાદમાં 57, ગીર સોમનાથમાં 53 કેસ નોંધાયા છે. અરવલ્લીમાં 52, મોરબીમાં 51, દ્વારકામાં 38 કેસ, પોરબંદરમાં 33, છોટાઉદેપુરમાં 25, ડાંગમાં 10 કેસ નોંધાયા છે. 89, 59, 960 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 14, 79, 244 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Leave Comments

News Publisher Detail