સુરત: કોરોનાના દર્દીઓનો ઉત્સાહ વધારવા 13 વર્ષનો છોકરો આવ્યો મદદ

May 7, 2021 1355

Description

સુરતમાં કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદ મદદે આવ્યા છે. સુરતના યોગિચોક આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. દર્દીઓના ઉત્સાહ વધારવા સંગીત રેલાવ્યું હતું. આ છોકરો માત્ર  13 વર્ષનો છે. નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓ ને ઝૂમતા કર્યા હતા. અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કીટ પહેરી દર્દીઓનું મનોરંજન કર્યું હતું. ભવ્ય ના સંગીત પર લોકો ગરબે ઝૂમ્યા હતા. ઓક્ટોપેડ, તબલા અને ઝેમડેના તાલે સંગીત રેલાવી દર્દીઓને ઉર્જાવાન કર્યા હતા. આટલા નાના ભવ્ય એ દર્દીઓના દર્દ ને દૂર કરી દવા નું કામ કર્યું છે. નન્હે ડોક્ટરની ભૂમિકા ભજવી ભવ્યએ ભવ્ય કામ કર્યું હતું. લોકો એ ભવ્ય ના કામ ને બિરદાવ્યું છે.

Leave Comments

News Publisher Detail