સુરતની આ 108 મહિલાકર્મીને સો સો સલામ, જુઓ આ ખાસ રિપોર્ટ

April 25, 2021 1040

Description

કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે કેટલાક લોકો એવા સામે આવે છે કે બોલવાનું મન થઇ જાય કે આ બેન ને દિલથી સલામ,વાત છે સુરતમાં ફરજ બજવતા 108 મહિલાની કર્મી ની,જે આગાવ ગર્ભવતી હતા ત્યારે ફરજ બજવે હતી અને હવે બાળક નાનું હોવા છતાં ફરી લોકોની સેવામાં હજાર થઈ ગયા છે.

માર્ચ 2020માં 108 એમ્બ્યુલન્સની મહિલા EMT દિક્ષિતા વાઘાણીને પાંચ માસનો ગર્ભ હોવા છતાં ફરજ પર ખડેપગે રહી હતી,અને ત્યારે પણ સંદેશ ન્યૂઝએ એ અહેવાલ બતાવ્યો હતો, હાલ ઘરેે સાત માસનું બાળક હોવા છતાં સેવામાં જોડાયેલી છે,પુણા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય દિક્ષિતા વાઘાણી 108માં ઇએમટી છે, સાત મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો,દિક્ષિતાના પતિ રમેશ ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં કામ કરે છે,પુત્ર દક્ષને સાચવવા માતા દિવસે નોકરી કરે છે તો પિતા રાતની ફરજ પર જાય છે. દિવસે દક્ષને ભૂખ લાગે ત્યારે દિક્ષિતાની જ્યા ફરજ હોય ત્યાં પતિ લઇ જાય છે..

Leave Comments

News Publisher Detail