પંચમહાલના અનેક ગામોમાં વરસાદના કારણે ઉનાળું પાકને નુકશાન

May 20, 2021 680

Description

પંચમહાલના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળું પાકને નુકશાન થયું છે. શાકભાજી અને કેરીના પાકને નુક્સાન થતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મૂકાયો છે. પવન સાથે આવેલા વરસાદના કારણે બાજરી સહિતના અન્ય પાકને નુકસાન થવા સાથે સુકો ઘાસચારો પણ પલડી ગયો છે. કેટલાક ખેડૂતોના તો આશિયાના પણ છીનવાઇ ગયા છે. વહીવટીતંત્ર ગ્રામીણ વિસ્તારમાં જઇને પરિસ્થિતીનો તાગ મેળવીને આર્થિક સહાય આપે તેવી ગ્રામજનોની માગ છે.

 

Leave Comments

News Publisher Detail