નર્મદાની રાજપીપળ કોવિડ હોસ્પિટલમાં 2500 લીટરની ઓક્સિજન ટેન્ક પહોંચાડી

April 21, 2021 1160

Description

નર્મદા જિલ્લાની રાજપીપળ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વખતથી ઓક્સિજનની અછત હતી. જેના કારણે દર્દીઓને અનેક તકલીફો ભોગવવી પડી. પરતું ધીરે ધીરે અહીં સમસ્યાઓ હલ થઇ રહી છે. ઓક્સિજનની બોટલો બહારથી મંગાવતા હવે દર્દીઓને સારવારમાં રાહત મળી છે. મહત્વનુ છે કે ભરુચ સાંસદ મનસુખ વસાવા,ગીતાબેન રાઠવાએ હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને આ બાબતે આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો હતો. જેના કારણે તાત્કાલીક ધોરણે 2500 લીટર ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક અહીં પહોંચાડવામાં આવી છે.

Leave Comments

News Publisher Detail