મહેસાણાનો 10 વર્ષનો ટાબરીયો કરે છે ઓક્સિજનનું વાવેતર

May 4, 2021 1265

Description

મહેસાણાનો 10 વર્ષનો ટાબરીયો ઓક્સિજનનું વાવેતર કરે છે. પોતાની સોસાયટીથી 1 કિમિ દૂર જાહેર રોડ પરના 10 વૃક્ષોને પાણીનું સિંચન કરે છે. પોતાની સાયકલ ઉપર પાણીના કેરબા લગાવી રોડ પરના વૃક્ષોને પાણી પીવડાવે છે. રોજ 4 ફેરા કેરબાના ભરી વૃક્ષોને પાણી પીવડાવવાનું આયોજન કરે છે. આ બાળકની ઉંમર ભલે નાની હોય પણ વિચારો બુલંદ છે. બાળક એવું કહી રહ્યો છે કે અત્યારે કોરોના માં દરેક ને ઓક્સિજન નું મહત્વ સમજાયું છે. ઓક્સિજનની આવનારી સમસ્યાનો હલ માત્ર વૃક્ષો વાવીને જ લાવી શકાય છે.

Leave Comments

News Publisher Detail