ઓક્સિજન લેવલ વધારતી હોમિયોપેથિક દવાની અછત સર્જાઈ

May 4, 2021 770

Description

કોરોનાના કેસ વધતા મોટાભાગના દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટી રહ્યુ છે. ત્યારે દર્દીઓમાં ઓક્સિજન લેવલ વધારતી હોમિયોપેથિક દવા એસ્પિડોસ્પર્માની પણ અછત સર્જાઈ છે. લોકોએ દવાનો સંગ્રહ શરૂ કરી દેતા માર્કેટમાં 80 ટકા જેટલી દવાની અછત સામે આવી છે. ત્યારે હોમિયોપેથિક તબીબો પણ કારણ વગર દવાનો સંગ્રહ નહીં કરવાની અપીલ કરી રહ્યા છે. હોમિયોપેથિક દવા એસ્પિડોસ્પર્મા લેવાથી શરીરમાં ઓક્સિજન લેવલ વધી શકે છે તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે. જેના કારમે દવા હાલ માર્કેટમાં મળી રહી નથી.  તો દવા અંગે તબીબો જણાવે છે કે દવા ઓક્સિજન લેવલ વધારવા ઉપયોગી છે પરંતુ ડૉક્ટરની સલાહ લીધા વિના દવા લેવી સલાહભર્યુ નથી.

Leave Comments

News Publisher Detail