મોડાસામાં કાર અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

May 15, 2021 10130

Description

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુરુવારે રાત્રે સર્જાયેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસમાત સર્જનાર કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી રીક્ષા ચાલકને પાછળથી ટક્કર મારી હતી. રીક્ષા ચાલકનો આક્ષેપ છે કે અકસ્માત સર્જાયા બાદ બે પોલીસ કોન્સ્ટેબલ રીક્ષા ચાલકને પોલીસ ચોકીએ લઈ ગયા હતા. બંને વાહન ચાલકોને પોતપોતાના વાહનોમાં થયેલ ખર્ચો અને નુકશાની ભોગવી લેવાનું જણાવી દબાણ પૂર્વક સમાધાન કરાવ્યું. જોકે રિક્ષા ચાલક પાસે પોતાની રીક્ષા સરખી કરાવાના પણ પૈસા નથી. આ મામલે જિલ્લા પોલીસ વડા અને ટાઉન પોલીસ અકસ્માતના સીસીટીવી તપાસી અને યોગ્ય ન્યાય આપે તેવી માગ છે.

Leave Comments

News Publisher Detail