કાનપુરમાં મિની ટેમ્પો અને બસ વચ્ચેના અકસ્માતમાં 17નાં મોત

June 9, 2021 755

Description

યૂપીના કાનપુરમાં મિની ટેમ્પો અને બસ વચ્ચેના અકસ્માતમાં 17નાં મોત થયા છે. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની આ ઘટનાની તપાસમાં ચોકાવનારી વિગત સામે આવી છે. ટેમ્પો ચાલક અને બસ ચાલકની ગંભીર ભૂલનો ભોગ મુસાફરો બન્યા. કાનપુરથી સુરત જઇ રહેલી 52 સિટની બસમાં 115 લોકો બેસાડ્યા હતા. મુસાફરી પહેલાં ડ્રાઇવર અને કંડક્ટરે દારૂ પણ પીધો હતો. ટેમ્પો ચાલકે પણ 8ની જગ્યાએ 18 લોકોને બેસાડ્યા હતા. શોર્ટકર્ટના ચક્કરમાં ટેમ્પો ચાલકે હાઇવે પર ખોટી દિશામાં હંકારતા ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અને નિર્દોષોનો ભોગ લેવાયો.

Leave Comments

News Publisher Detail