વિદ્યાર્થીમાં સંક્રમણ ના ફેલાય માટે શું ધ્યાને રાખવું ? જાણો ડોકટર શું કહે છે ?

March 15, 2021 1925

Description

રાજ્યમાં સ્કૂલો શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં અનેક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાલીઓ પણ હવે ચિંતીત બન્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા અને શાળાએથી પરત ફરે ત્યારે કેટલીક બાબતોની સાવચેતી સંક્રમણનો ખતરો ઘટાડી શકે છે. વિદ્યાર્થીઓ સામાજિક અંતર જાળવે માસ્ક પહેર તે જરૂરી છે.

શાળામાં ક્લાસરૂમના બારી બારણા ખૂલ્લા રાખવામાં આવે. વારંવાર સેનેટાઇઝિંગ કરવામાં આવે. અને વિદ્યાર્થી ઘરે પરત ફરે પછી પણ તમામ વસ્તુઓ સેનેટાઇઝ કરવી જોઇએ. બાળકોને પૌષ્ટીક આહાર આપવો અને સૂર્યપ્રકાશમાં વિદ્યાર્થી રહેશે તો કોરોના સંક્રમણનો ખતરો ઘટાડી શકાશે.

 

Leave Comments

News Publisher Detail