કોરોનાથી થતાં મોતના આંકડાઓ અંગે શક્તિસિંહ ગોહિલ સાથે ખાસ વાત

April 13, 2021 7880

Description

સંદેશ ન્યૂઝ પર સૌથી મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. સરકારી તંત્રનો પોલખોલ રિપોર્ટ સામે આવ્યો છે. સંદેશ ન્યૂઝ દ્વારા સરકારી પોલ ખોલી નાખવામાં આવી છે. ત્યારે લોકસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી. મોતના આંકડાઓને લઈને શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું. કોરોનાથી મોતના આંકડા તંત્ર છુપાવી રહ્યું છે. સંદેશ ન્યૂઝ પર સરકારની બેવડી નીતિનો પર્દાફાશ થયો છે. સિવિલમાંથી 17 કલાકમાં 63 મૃતદેહો સ્મશાને પહોંચ્યા છે. રોજ 80થી 90 મૃતદેહ સ્મશાને પહોંચે છે. સંદેશની ટીમનું સિવિલમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ થયું છે. રાતના 12થી સવારના 5 વાગ્યા સુધી વૉચ રાખવામાં આવી હતી. સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ફેર છે. સિવિલ કોવિડ ડેડબૉડી વિભાગમાં મૃતદેહનો ખડકલો કરવામાં આવ્યો છે. મૃતદેહ આપવામાં સાત-આઠ કલાકનો વિલંબ કરવામાં આવી રહ્યો છે. સ્વજનોની કરૂણાજનક સ્થિતિ ઉભી થઈ છે.

Leave Comments

News Publisher Detail