કોરોનાના સંક્રમણથી બાળકોને કેવી રીતે બચાવશો ?

April 8, 2021 2135

Description

બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ વખતે બાળકોમાં પણ કોરોના વાયરસ ઝોખમી બની રહ્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે, 18 રાજ્યમાં વાયરસના નવા વેરિએન્ટ્સ મળ્યા હતા, જે ઝડપી સંક્રમણ ફેલાવી શકે એમ છે. તો બાળકો સાવચેતી ના રાખતા તેનામાં સંક્રમણ વધુ ફેલાય છે. બાળકો આટલા બધા દિવસથી વાયરસથી ઘરમાં સુરક્ષિત હતાં, જેને કારણે તેમનામાં હજુ સુધી એન્ટિબોડીઝ પણ બન્યા નથી. બની શકે કે નવા વેરિઅન્ટને કારણે તેમને ચેપ લાગી રહ્યો છે.

મોટા ભાગનાં બાળકો માટે કોરોનાવાયરસ એક સામાન્ય શરદી અને પેટમાં દુખાવા જેવું થાય છે, પરંતુ તેઓ અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. મલ્ટી-સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમમાં જો સારવાર સમયસર ન મળે, તો આ રોગ જીવલેણ પણ બની શકે છે. વૃદ્ધોમાં ચેપનું જોખમ વધ્યું છે, તેથી બાળકોના વાયરસના સંસર્ગનું જોખમ પણ વધ્યું છે, જેને પરિણામે સંક્રમણના વધુ કેસો બીજી તરંગમાં સામે આવી શકે છે.

Leave Comments

News Publisher Detail