દર્શન કરીએ નંદાસણ ગામે આવેલ મેલડી માતાના સુંદર ધામના

April 9, 2021 920

Description

હવે આપને દર્શન કરાવીશુ શક્તિના એક એવા મંદિરના જે ગામલોકોની આસ્થાનું પ્રતિક બન્યુ છે. મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલુ છે ઉમાનગર નંદાસણ ગામ.. જ્યાં હાઈ પર નિર્મિત છે મા મેલડીનું આ સુદંર સ્થાનક.. કહેવાય છે કે નંદાસણ ગામમાં માતાનું પ્રાચીન સ્થાનક હતુ ત્યાર બાદ વર્ષો પહેલા સ્થળાંતર થઈને લોકો આ ગામમાં વસ્યા.. નંદાસણ ગામમાં એક પથ્થરના રુપમાં માતાની પૂજા થતી અહિંથી જ  જ્યોત લાવીને ઉમાનગરમાં મા મેલડીનું મંદિર બંધાયુ.

કહેવાય છે કે વર્ષ 1998માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી..અહિં ગર્ભગૃહમાં મા મેલડીની આ સુંદર પ્રતિમા સ્થાપિત છે. ભક્તોને અભય વરદાન આપતી મા મેલડી સમક્ષ ભક્તો આસ્થાભેર નતમસ્તક થાય છે. મા મેલડીએ શક્તિનું જ સ્વરુપ છે, જે અતિકલ્યાણકારી છે, જે ભક્તો પર સદા કૃપા વરસાવે છે.

કહેવાય છે કે દર રવિવારે અને પૂનમના દિવસે મેલડી માતાના દર્શનનો વિશેષ મહિમા છે. દૂર દૂરથી આવતા ભક્તો માનતા પૂરી થતા માના ચરણોમાં સુખડીનો પ્રસાદ અને ચુંદડીનો શણગાર ધરાવે છે.

ઉમાનગર નંદાસણ ગામના આ સ્થાનકની ખ્યાતિ આસપાસના ગામો અને જિલ્લામાં ફેલાયેલી છે.. તેથી જ તો અનેક નિસંતાન દંપત્તી પર મા મેલડીની કૃપા વરસી છે .તો સાથે જ માના આશીર્વાદથી અનેક લોકોનું વિદેશગમનનું સપનું પણ સાકાર થયુ છે.

મા મેલડીના પરચા અપરંપાર છે.. વર્ષ દરમિયાન અહિં વિવિધ ઉત્સવોની ઉજવણી થાય છે, જેમાં જન્માષ્ટમી ગણેશોત્સવ વગેરેની સાથે 13 ડિસેમ્બરે મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે.

નિત્ય સવાર સાંજ બે વખત થતી આરતીમાં સૌ ગામલોકો શ્રદ્ધાભેર જોડાતા હોય છે.. રોજ ગામની મહિલાઓ દ્વારા ભજન કિર્તન કરી માની આરાધના કરાય છે..

આમ ઉમાનગર નંદાસણ ગામનું આ માઈ મંદિર અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું પ્રતિક બન્યુ છે.

Tags:

Leave Comments

News Publisher Detail