દર્શન કરો ધોળકા પાસે પીસાવાડા ગામમાં આવેલ હિરાળીયા બાપાના મંદીરના

April 8, 2021 605

Description

ધોળકા પાસે પીસાવાડા ગામમાં આવેલુ હિરાળીયા બાપાનુ મંદીર કે જેની પાછળ પૌરાણીક કથા પણ જોડાયેલી છે, અને આ મંદીરની ખાસીયત એટલી છે કે આસપાસના ગામના લોકો હિરાળીયા દાદાના દર્શન અર્થે ઉમટી પડે છે…

હિરાદાદા નામે વર્ષો પહેલા દિકરો હતો અને તે 12 વર્ષની ઉંમરે દેવ થઈ ગયા હતા… અને ત્યારથી તેમની યાદમાં આ મંદીર બનાવવામાં આવ્યુ છે કહેવાય છે કે સાક્ષાત હિરાદાદા અહી વસે છે… જે માનતા માનો તે પૂર્ણ થાય છે…. તેમાં પણ ખાસ જે લોકોને સંતાન ન થતુ હોય તે લોકો માનતા માને તો તેમને સંતાન પ્રાપ્તિ પણ થાય છે… ત્યાર બાદ જેમને બાળક જન્મે તે બાળકનો ફોટો મંદીરમાં અર્પીત કરે છે …

સાથેસાથે આ મંદીર વર્ષો જુનુ છે જેથી તેનુ મહત્વ પણ લોકોમાં ખુબ જ રહેલુ છે ત્યારે દર રવિવારે અને અમાસ, પુનમના દિવસે લોકો દુધનો અભિષેક હવનમાં કરે છે.. જે લોકોને ગામમા ગાયો અને ભેંસો દુધ ન દેતી હોય તેમની માનતા પણ અહી પૂર્ણ થાય છે…. જે માનતા પૂર્ણ થતા ગામના લોકો દૂધ અને ઘી પણ અર્પીત કરવા આવે છે..

આ મંદિરની મુલાકાત ભક્તિ સંદેશની ટીમે લીધી અને મંદિરના સુંદરતા અને તેના સંચાલકોના સાથ સહકારને લઈને સંચાલકોને ભક્તિ સંદેશનું પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ … તહેવારોના દિવસે અને રવિવારે વિના મુલ્યે ભક્તોને ભોજન રૂપે પ્રસાદ આપવામાં આવે છે… દાદાના મંદિર ખાતે રાખેલી માનતા તમામ પૂર્ણ થાય છે…

Tags:

Leave Comments

News Publisher Detail