હેડલાઈન @ 12 PM

September 12, 2018 425

Description

ઉપવાસના 19માં દિવસે હાર્દિક પટેલ કરશે પારણાં.. પાટીદાર સંસ્થાના અગ્રણીઓ હાર્દિકને કરાવશે પારણાં.. બપોરે ત્રણ વાગ્યે જળ ગ્રહણ કરશે..

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર નોર્થ ઇસ્ટમાં ભુકંપના આંચકા.. 5.4ની તિવ્રતાએ ધરા ધ્રુજાવી.. ભુકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં..

ફરી ભારતીય સીમામાં 4 કિલો મીટર સુધી ઘુસ્યા ચીની સૈનિક.. ITBP જવાન અડીખમ રહેતા ચીની સૈન્યએ કરી પીછેહટ..

ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગળ્યો.. અમેરિકી ડોલર સામે રૂપિયો 72.87 પર .. ક્રુડના ભાવમાં વધારો રૂપિયાના રકાસનું કારણ..

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના વીડિયો પર EDની પ્રતિક્રિયા.. કહ્યું નાટક કરી રહ્યો છે ચોક્સી, પહેલાથી જ હતી ભાગવાની પ્લાનિગ..

સુરતના નાનપુરામાં ભાજપના કોર્પોરેટર પ્રવિણ કહારના ઘરની સામે જ 20 ફુટનો મસમોટો ભૂવો પડ્યો.. 8 ફૂટ પહોંળા ભૂવાના કારણે ભયનો માહોલ..

અમદાવાદના નરોડામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત.. પુત્રીને ઝેર પીવડાવી, પતિ-પત્નીએ ગળાફાંસો ખાધો.. સ્યુસાઇડ નોટમાં કાળી શક્તિનો ઉલ્લેખ..

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો.. ડેમની જળ સપાટી હાલ 125.71 મીટરે.. ડેમની જળસપાટીમાં દર કલાકે 3 સીમીનો વધારો..

CMના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક.. વાયબ્રન્ટ ગુજરાત, પીએમ મોદીનો જન્મ દિવસ, ગાંધી જયંતિ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા…

પહેલીવાર ખુલ્લા મંચ પર વિચાર રજૂ કરશે આરએસએસ.. પાકિસ્તાનને છોડી 60 દેશોને કરાશે આમંત્રીત.. દેશની તમામ પાર્ટીના આગેવાનોને પણ બોલાવાશે..

Leave Comments