હેડલાઈન @ 9PM

September 27, 2020 95

Description

પંજાબ-હરિયાણામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન… વિપક્ષના વાંધા વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ દ્વારા પારીત કૃષિ બિલોને આપી મંજૂરી.. અકાલી દળે ગણાવ્યો દેશ માટે કાળો દિવસ

દેમચોક, ચુમારમાં LAC નજીક ભારતીય સેનાએ ટી-90, ટી-70 ટેન્કોની કરી તેનાતી… ફ્રાંસે 5 રફાલની બીજી બેચની ભારતને કરી સોંપણી… ઓક્ટોબરમાં યુદ્ધવિમાનો આવશે ભારત

દેશમાં કોરોનના કુલ કેસની સંખ્યા 60 લાખને પાર પહોંચી .. 27 દિવસમાં કોરોનાના 23 લાખ નવા કેસ, 21 લાખ રિકવર…. ગત 9 દિવસમાં એક્ટિવ કેસમાં 98 હજારનો ઘટાડો…

ફડણવિસ-રાઉતની મુલાકાત બાદ કોંગ્રેસ-એનસીપી નારાજ… મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે પવારની મુલાકાતથી સસ્પેન્સ વધ્યું

અકાલી દળના NDA છોડવાને કેપ્ટન અમરિન્દરસિંહે ગણાવી સુખબીર બાદલની રાજકીય મજબૂરી… રાઉતે શિવસેના-અકાલીદળ વગરના ગઠબંધનને એનડીએ ગણવાનો કર્યો ઈન્કાર

નીતિશ કુમારના વખાણ કરનારા બિહારના ભૂતપૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે જેડીયુમાં થયા સામેલ… બક્સરથી ચૂંટણી લડે તેવી શક્યતા

Leave Comments