હેડલાઈન @ 9PM

January 22, 2021 395

Description

ખેડૂતો અને સરકારની 11માં સ્તરની બેઠક પણ નિષ્ફળ.. કૃષિ મંત્રીએ ચોખ્ખુ કહ્યું બે વર્ષ કાયદાઓ સ્થગિત કરવાનો પ્રસ્તાવ સ્વીકારો નહીંતર આનાથી વધુ કંઈ નહીં આપી શકીએ..
++++++++++++++++++++

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ડખો થયો…દિગ્ગજ નેતાઓ વચ્ચે અધ્યક્ષ પદની ચૂંટણીને લઈ ઉગ્ર બોલાચાલી થઈ…રાહુલ ગાઁધીએ મધ્યસ્થતા કરી મામલો ઠંડો પાડ્યો
++++++++++++++++++++++

સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગ અંગે પૂનાવાલાએ કહ્યું કંપનીને આગથી 1000 કરોડનું નુક્સાન.. ઉદ્ધવ ઠાકરેએ આગનાં કારણ માટે આપ્યા તપાસનાં આદેશ..
+++++++++++++++++++

બંગાળમાં મમતા સરકારને વધુ એક ઝટકો…કેબિનેટ મંત્રી રાજીવ બેનર્જીનું રાજીનામું…માત્ર એક જ મહિનામાં ત્રીજા મંત્રીએ મમતાનો સાથ છોડ્યો….
++++++++++++++++

લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજુક.. ફેંફસા 25 ટકા કામ કરે છે, ગતરાતથી શ્વાસ લેવામાં તકલિફ પડી રહી હોવાની ફરિયાદ.. તેજસ્વી અને રાબડી દેવી લાલૂની ખબર લેવા હોસ્પિટલ પહોંચ્યા
++++++++++++++++++

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજ્યમાં IPS અધિકારીઓની બદલી અને બઢતી થઈ…અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી અને અમદાવાદના રેન્જ આઈજીની બદલી

++++++++++++++++++++++

Leave Comments

News Publisher Detail