હેડલાઈન @ 9 PM

January 29, 2020 305

Description

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાની શાહીનબાગ મુલાકાત પર ગરમાયું ગુજરાતનુ રાજકારણ. ભાજપે કહ્યુ; દેશદ્રોહીઓનો સાથ આપનાર કોંગ્રેસનો અસલી ચહેરો આવ્યો સામે.

CAA-NRCના વિરોધમાં ભારત બંધની અસર ગુજરાતમાં નહિવત. સુરતમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના. વડોદરામાં અમુકની અટકાયત. અમદાવાદ-રાજકોટમાં બંધ બેઅસર બંધને પ્રતિસાદ નહીં

જેડીયુમાંથી બાગી પ્રશાંત કિશોરની હકાલપટ્ટી… નીતિશ કુમાર સાથે હતી ઘણા સમયથી મતભેદ…

નિર્ભયા કેસના દોષિત મુકેશની અરજીને સુપ્રીમ કોર્ટે કરી રદ્દ. કહ્યું; રાષ્ટ્રપતિને મોકલાયા હતા તમામ દસ્તાવેજ. નિર્ભયાના માતાએ આવકાર્યો નિર્ણય.

આદિવાસી દરજ્જાને લઇ સમાજનું આંદોલન… ભાજપના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસ ધારાસભ્ય વજુભાઈ પણદા અને ભાવેશ કટારા આવ્યા એક મંચ પર…

અનામત મુદ્દે ઠાકોર સમાજના નેતા નવઘણનું વિવાદીત નિવેદન… કહ્યુ 2022માં મત માંગવા આવનારને બાંધીને મારીશું… આંદોલનની ઉચ્ચાર ચિમકી…

ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની લેશે મુલાકાત… સાબરમતિ રીવરફ્રન્ટની લેશે મુલાકાત… તો મોટેરામાં હાઉડી મોદી જેવા કાર્યક્રમનું થઈ શકે છે આયોજન…

અમદાવાદના શાહઆલમ તોફાનોના આરોપી શહેજાદની એએમસીમાં હાજરી… ઈમરાન ખેડાવાલાની શાહીનબાગ જવા પર બબાલ.. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા સામ સામે…

ચીનમાં ફસાયેલા રાજ્યના વધુ 10 વિદ્યાર્થીઓ વતનમાં પરત ફર્યા… 25 જેટલા વિદ્યાર્થીઓને હજુ પણ ફસાયેલા… મદદની કાગ ડોળે જોઈ રહ્યા છે રાહ…

Tags:

Leave Comments