હેડલાઈન @ 9 PM

January 22, 2020 560

Description

નાગરિકતા કાયદાની સાથે NPR અને NRC પર સુપ્રીમ સુનાવણી.. સુપ્રીમે કહ્યું સરકારને સાંભળ્યા વિના રોક નહીં..  4 હપ્તા બાદ વધુ સુનાવણી..

સુભાષચંદ્ર બોઝના પૌત્ર અને પ.બંગાળ ભાજપના ઉપાધ્યક્ષનું વિવાદીત નિવેદન. કહ્યું;જિન્ના ધર્મનિરપેક્ષ હતા. કોંગ્રેસના કોમવાદી નેતાઓના કારણે થયું હતું ભારતનું વિભાજન.

નૌસેનાના 6 સબમરીનના 45 હજાર કરોડના પ્રોજેક્ટ 75Iમાંથી અદાણી ગૃપ બહાર. રક્ષા ખરીદ પરિષદનો નિર્ણય. કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલ.

પ્રદેશ સંગઠનની સંરચના અગાઉ ભાજપને ફટકો..વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામું…પક્ષમાં અવગણનાનો આરોપ..

CAAને લઈને રાજકારણમાં ગરમાવો… મોઢવાડીયાનો સરકાર પર બાળકોનો ઉપયોગ કર્યાનો આરોપ.. તો વાઘાણીએ કહ્યું દેખાય છે મોઢવાડીયાનું ફ્રસ્ટ્રેશન..

ગાંધીનગરમાં ભેખડ ધસી પડતા 4 શ્રમિકોના મોત.. બે શ્રમિકોનાં ઘટનાસ્થળે.. બેનાં સારવાર દરમ્યાન મોત.. રિલાયન્સ ચોકડી પાસે નિર્માણકાર્ય દરમિયાન બની ઘટના

સુરેન્દ્રનગરનાં 16 ગામમાં સ્વાતિ સંસ્થાનો સર્વે.. 37 ટકા મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બન્યાનો થયો ખુલાસો.. 30 ટકા છોકરીઓ સતામણીનાં કારણે છોડી દે છે ભણતર

રાજકોટમાં પાણીની માંગ સાથે લોકોનો હોબાળો…છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત છતા નથી મળતું પાણી…લોકોએ પશ્ચિમ વિભાગની ઓફિસમાં બેસી કર્યા સૂત્રોચ્ચાર…

કચ્છમાં MLA પ્રદ્યુમનસિંહના પુત્રની પોસ્ટ વાયરલ.. જુદી જુદી 3 બંદૂકથી ફાયરિંગ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

દાદરા નગર હવેલી અને દમણ તથા દિવની રાજધાની હવે દમણ રહેશે.. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ લેવામાં આવ્યો

Tags:

Leave Comments