હેડલાઈન @ 9 PM

December 4, 2019 1505

Description

ગાંધીનગરમાં 14 કલાક બાદ પણ વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત… વિદ્યાર્થીઓએ કહ્યુ, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન રહેશે યથાવત…

ઉમેદવારોના પ્રદર્શન બાદ પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન… પેપર લીક થયુ નહતુ…. મોબાઈલથી ચોરીની ફરિયાદ મળી… બે દિવસમાં થશે કાર્યવાહી..

સંદેશ ન્યૂઝની સૌથી મોટી ઈમ્પેક્ટ… DPS વિવાદમાં વાલીઓની જીત… સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી રાજ્ય સરકાર હસ્તક રહેશે સ્કૂલ… DPS સામે થશે કાનૂની કાર્યવાહી…

શહેરોમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહિ.. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહિ.. કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય..

દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આનંદો.. સુમુલ ડેરીએ ગાયના દૂધના ફેટની કિંમતમાં પ્રતિ કિલોએ 10 રૂપિયાનો વધારો.. ભેંસના દુધમાં 5 રૂપિયાનો વધારો..

સુરતના અડાજણમાં બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડી.. ગ્રીન સિટીમાં લિફ્ટ તુટી પડતા 7 લોકો ઇજાગ્રસ્ત.. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા..

106 દિવસ બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ મુક્ત થયા.. તિહાડ જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકોએ ચિદમ્બરમનું સ્વાગત કર્યું..

Tags:

Leave Comments