હેડલાઈન @ 9 PM

March 14, 2019 335

Description

મુંબઇમાં સીએસટી સ્ટેશન પરનો ફૂટઓવર બ્રીજ ધરાશાયી.. અનેક લોકો દટાયા હોવાની આશંકા.. 25થી વધુ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

મસૂદ અઝહર મુદ્દે ચીનની અવળચંડાઇ પર ગરમાઇ રાજનીતિ.. રાહુલે ટ્વીટ કરીને કહ્યું શી જીનપિંગથી ડરી ગયા પીએમ..

રાહુલનાં ટ્વીટ બાદ ભાજપ-કોંગ્રેસમાં ઘમાસાણ.. રવિશંકરે કહ્યું ટ્વીટથી નથી ચાલતી વિદેશનીતિ.. કપિલ સિબ્બલે કહ્યું ટ્વીટ કરતાં ચીનને જવાબ આપો તે મહત્વનું

દેશમાં ત્રણ પક્ષપલટા.. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા.. ટીએમસીનાં અર્જૂનસિંહ પણ ભાજપમાં.. ગુજરાતમાં હનુ ધોરાજીયા ભાજપમાં જોડાયા

લોકસભા પહેલા ફરી મહેન્દ્રસિંહ વાઘેલા જોડાઇ શકે છે ભાજપમાં.. અગાઉ ભાજપમાં જોડાઇ ગણતરીના દિવસોમાં આપ્યું હતું રાજીનામું..

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને લઇને ભાજપની ફાઇનલ કવાયત…લોકસભા બેઠકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ.. 3 દિવસમાં તમામ બેઠકો પર મંથન…

આવતીકાલે દિલ્હીમાં મળશે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક..તો ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે કરશે ચર્ચા

પ્રિયંકા- રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી કરશે ઝંઝાવાતી પ્રચાર… ચાર ઝોનમાં બે – બે સભાઓ માટે તૈયારીઓ શરુ..

રાફેલમાં કેન્દ્રનાં વિશેષાધિકાર અંગે સુપ્રીમ કોર્ટે ચૂકાદો રાખ્યો સુરક્ષિત.. કહ્યું સરકારે ઉઠાવેલી આપત્તિઓ પર થશે સુનાવણી.. એટર્ની જનરલે કહ્યું આપેલા દસ્તાવેજમાં નથી 3 પાના…

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ..અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પરથી કરી અટકાય..અંગતકારણોસર છબીલ પટેલે કરાવી હત્યા

Leave Comments