હેડલાઈન @ 9 AM

October 15, 2020 1325

Description

તેલંગાણા-આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટીંગ… મુંબઈમાં આજે રેડ એલર્ટ જાહેર… તો ભારે વરસાદને પગલે તેલંગાણામાં 25 વ્યક્તિના મોત..

રાજ્યમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી… આજે કેટલાંક જીલ્લામાં પડી શકે છે સામાન્ય વરસાદ… 16-17 ઓકટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા…

આજે ગઢડા બેઠક પરથી મોહન સોલંકી… કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજા કોંગ્રેસમાંથી નોંધાવશે ઉમેદવારી…. તો ભાજપમાંથી બ્રિજેશ મેરજા મોરબી બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ…

રાજકોટના રેમેડસિવર ઈન્જેક્શન કૌભાંડમાં વધુ એક મેડિકલ સંચાલકની ધરપકડ…રાજેન્દ્ર ફાર્માના લાલા નારીયાએ 6 ઈન્જેક્શન ઊંચી કિંમતે વેચ્યા હોવાનું તપાસમાં આવ્યું સામે..

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 349 કેસ, 20 મોત… રાજકોટમાં સર્વાધિક 106 કેસ નોંધાયા… રાજ્યમાં કોરોનાના કુલ 1 લાખ 55 હજારથી વધુ કેસ.. 3598 દર્દીના મોત..

તહેવાર આવતાં જ વેપારીઓ થયા સક્રીય… માંગ ન હોવા છતાં સીંગતેલના ભાવમાં પ્રતિ ડબે રૂપિયા 25નો વધારો… એક ડબાનો ભાવ રૂપિયા 2185એ પહોંચ્યો..

Leave Comments