હેડલાઈન @ 8AM

February 23, 2021 440

Description

આજે 6 મહાનગરપાલિકાઓના 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો..થોડીવારમાં બેલેટ પેપરની થશે ગણતરી..બાદમાં ખુલશે EVM.

વડોદરામાં મતગતરી કેન્દ્ર બહાર કાર્યકરોની ઉમટી ભીડ..પોલીટેકનિક કોલેજ ખાતે સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા..કાર્યકરો અને પોલીસ વચ્ચે ગરમાગરમી..

બે દિવસના બ્રેક બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો..આજે પેટ્રોલમાં 25 પૈસા તો ડીઝલમાં 35 પૈસાનો વધારો..

ભરૂચના ઝઘડિયામાં UPL કંપનીમાં બોઇલર બ્લાસ્ટ.. 25થી વધુ ઇજાગ્રસ્ત,,,3 યુવકો હજુ પણ લાપતા.. ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે..

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મૂલાકાતે.. બે દિવસની મૂલાકાતે આવી રહ્યા છે રાષ્ટ્રપતિ

મહારાષ્ટ્રના પૂણેમાં પૂર્વ સાંસદના પુત્રના લગ્નમાં ભીડ વધતા નોંધાઇ FIR… મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીશ અને NCP સુપ્રિમો શરદ પવારે આપી હતી હાજરી

Leave Comments

News Publisher Detail