હેડલાઈન @ 8 PM

March 25, 2020 575

Description

PMનું નિવેદન. કોરોના સામે 21 દિવસમાં જીતીશું જંગ. કરૂણાથી આપીશું કોરોનાનો જવાબ. સાથે નવરાત્રીમાં 9 ગરીબોની જવાબદારી લેવા કરી હાંકલ.

ગુજરાતમાં કોરોનાના કૂલ 39 કેસ પોઝિટીવ… અમદાવાદમાં 14, તો વડોદરા-સુરતમાં નોંધાયા 7 – 7 કેસ… ગાંધીનગરમાં 6, રાજકોટમાં 4 પોઝિટિવ કેસ…

દેશભરમાં કોરોનાનો કેર યથાવત… પોઝિટિવ કેસની સંખ્યા 612 પર પહોંચી… મહારાષ્ટ્રમાં 121 અને કેરળમાં 109 કેસ પોઝિટિવ…

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. દેશના 80 કરોડ ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીની મહત્વપુર્ણ જાહેરાત… 21 દિવસ સુધી 60 લાખ ગરીબ પરિવારોને અપાશે મફત અનાજ… કોઇ મુશ્કેલી ન પડે તે માટે સરકાર કટિબદ્ધ…

ગરીબ-મધ્યમવર્ગને મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ… સરકારી સહિત અનેક ખાનગી સંસ્થાન દ્વારા દાનનો ધોધ થયો વહેતો…

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ… પરંતુ, લોકો નથી સમજી રહ્યા ગંભીરતા… પોલીસે સખ્ત કદમ ઉઠાવવાની પડી ફરજ… અમદાવાદ અને વડોદરામાં RAFની ટીમ સ્ટેન્ડબાય પર.

PM મોદીએ ચૈત્રી નવરાત્રિની પાઠવી શુભેચ્છા… સાથે કહ્યું નવરાત્રીની સાધના ડોક્ટર, નર્સ, પોલીસ અને મીડિયાકર્મીઓને સમર્પિત…

2013 નોબેલ વિજેતા રસાયણ શાસ્ત્રી માઇકલ લેવિટનો દાવો. કોરોનાનો જલ્દી થશે અંત. કોરોના ઘાતક નથી;સંક્રમણની સ્પીડ ઘાતક. ચીન અંગે દાવો પડ્યો હતો સાચો.

કોરોનાની ચપેટમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ. પ્રિન્સના પત્ની પણ આઇસોલેશનમાં. બ્રિટનમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુ દર્દી, 422ના મોત.

Tags:

Leave Comments