હેડલાઈન @ 8 PM

December 6, 2018 575

Description

પેપરલીકકાંડમાં વધુ ત્રણ આરોપી યશપાલ,રાજેન્દ્ર અને ઇન્દ્રવદન સકંજામા..અગાઉ 8 જેટલા આરોપીની થઇ હતી ધરપકડ..કુલ 11 આરોપીની થઇ છે ધરપકડ

 

પેપરલીકનો માસ્ટર માઇન્ડ નીકળ્યો ઇન્દ્રવદન પરમાર..નીલેશના સંપર્કથી યશપાલ મારફતે કારસો રચી વેફરના પેકેટમાં લાવ્યા જવાબ

 

ગુજરતમાં પેપરલીક કૌભાંડમાં અંડરવર્લ્ડ કનેક્શન આવ્યું સામે…. દિલ્લીની ગેંગનું ગુજરાતમાં સૌથી મોટુ કનેક્શન નિલેશ સાથે…એકમાત્ર નિલેશ જ છે ગેંગનો મુખ્ય સાગરીત….

 

લોકરક્ષક ભરતી મામલે નવા પેપર સેટની તૈયારી શરૂ….નવા પેપર અને ભરતીને લઇને રાજ્ય પોલીસવડા, મુખ્ય સચિવ સાથે CMની ચર્ચા…

 

વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડના NSUIના આરોપ….‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ અપાયા હતા તપાસના આદેશ….143 ક્લાર્કની ભરતીમાં વડોદરાનો કોઈ ઉમેદવાર નહીં…

 

પંજાબમાં ફરી દેખાયો આતંકી ઝાકીર મૂસા.. શીખ પાઘડી પહેરી વેશ બદલી ફરતો હોવાની તસ્વીર આવી સામે.. સેનાએ સંભાળ્યો મોરચો.. ચુસ્ત પોલીસ બંદોબસ્ત

 

સીબીઆઇ કેસમાં સુપ્રીમે કર્યા સરકારને આકરા સવાલ.. આટલા સમયથી બંને ડિરેક્ટર્સ વચ્ચે ઝઘડો હતો તો આટલો મોડો કેમ નિર્ણય.. કેમ ચયન સમિતિની સલાહ ન લીધી

 

આવતીકાલે રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન.. રાજસ્થાનમાં 200 બેઠકો માટે 2274 ઉમેદવારો મેદાને.. તેલંગાણામાં 119 બેઠકો, 1821 ઉમેદવારો

 

સંદીપ દિક્ષિત પર પાત્રાનું વિવાદિત નિવેદન.. કહ્યું કોંગ્રેસ તેમને પાર્ટીમાંથી કાઢે છે ને પાછા લે છે.. દિક્ષિતે કહ્યું માફી માગે પાત્રા નહીં તો કરીશ કેસ

Leave Comments