હેડલાઈન @ 8 AM

March 26, 2020 275

Description

લોકડાઉનનો આજે બીજો દિવસ.. વહેલી સવારથી જ દૂધ.. શાકભાજી લેવા લોકો લગાવે છે લાઇનો.. કડક અમલ માટે સરકાર કટિબદ્ધ

ગુજરાતમાં કોરોનાના કૂલ 39 કેસ પોઝિટીવ…બે મોત.. અમદાવાદમાં 14, તો વડોદરા-સુરતમાં નોંધાયા 7 – 7 કેસ… ગાંધીનગરમાં 6, રાજકોટમાં 4 પોઝિટિવ કેસ…

ભારતમાં કોરોનાથી મોતનો આંકડો થયો 12.. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને થઇ 627.. 426 દર્દીઓ ઇલાજ બાદ થયા સાજા.

વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 4,68,000ને પાર.. મોતનો આંકડો પહોંચ્યો 21,200ને પાર..

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. દેશના 80 કરોડ ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવામાં આવશે.

આજથી પેટ્રોલપંપનાં સમયમાં ફેરફાર.. સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી મળશે પેટ્રોલ-ડીઝલ, સીએનજી..

વડાપ્રધાન મોદી આજે જી-20 સમીટમાં વિડિયો કોન્ફરન્સિંગથી કરશે ભાષણ.. કોરોના અંગે જણાવશે એક્શન પ્લાન..

કોરોનાની ચપેટમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ. પ્રિન્સના પત્ની પણ આઇસોલેશનમાં. બ્રિટનમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુ દર્દી, 422ના મોત.

કોરોનાને પગલે બંધ કરાયેલા રાજ્યનાં માર્કેટયાર્ડ્સ આજથી શરૂ.. ખેડૂતોને મળશે મોટી રાહત..

ગુજરાતમાં માવઠા વચ્ચે હવે પહાડો પર પણ હિમવર્ષા.. હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે પડ્યો બરફ

Leave Comments