હેડલાઈન @ 8 AM

October 14, 2020 1340

Description

ગુજરાતમાં તેજ થયો પેટા ચૂંટણીનો જંગ.. સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી ભાજપે કિરીટસિંહ રાણાને ઉતાર્યા જંગમાં.. કોંગ્રેસમાં ઉમેદવાર અંગે હજી અવઢવ…

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ્રેશનને કારણે હૈદરાબાદમાં મુશળધાર વરસાદ… તેલંગણામાં 11 લોકોના મોત… ડીપ્રેશન મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ વધી રહ્યુ છે આગળ…

ડીપ્રેશનને કારણે રાજ્યમાં વરસાદની આગાહી… સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે બે દિવસ ભારે વરસાદની આગાહી…

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1158 કેસ અને 10 દર્દીના થયા મોત… કોરોનાના દૈનિક ટેસ્ટમાં કરાયો ઘટાડો…

434 દિવસ નજર કેદ રહ્યા બાદ મહેબૂબા મુફ્તિ મુક્ત… બહાર નિકળતા જ બફાટ શરૂ, કહ્યુ કલમ 370 માટે સંઘર્ષ ચાલુ રહેશે…

ભારતીય અર્થતંત્રમાં ઔતિહાસિક ઘટાડો નોંધાય તેવી IMFની આગાહી… GDPમાં 10.3 ટકા ઘટાડો નોંધાય તેવો IMFનો અંદાજ…

Leave Comments