હેડલાઈન @ 8 AM

February 14, 2020 125

Description

બિનઅનામત વર્ગનાં 16 આગેવાનો સાથે બેઠક બાદ ડેપ્યુટી CMનું નિવેદન. LRDના વિવાદ અંગે CM રૂપાણી કરશે અંતિમ નિર્ણય. સમાજની લાગણી CMને સંભળાવીશું.

વર્ષ 2018નો ઠરાવ રદ્દ કરવા યુવા ક્ષત્રિય સેનાનાં અધ્યક્ષનું સરકારને અલ્ટિમેટમ.. 24 કલાકમાં નિરાકરણ નહીં આવે તો મહેસાણા બંધનું એલાન

પુલવામામાં 40 જવાનોનો જીવ લઇ જનાર આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ.. સમગ્ર દેશમાં વીર શહીદોને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમો

ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમનને લઇને તડામાર તૈયારીઓ માટે અધધ ખર્ચ.. એએમસીએ આયોજન માટે ફાળવ્યા રૂ.25 કરોડ.. મોટેરા સ્ટેડિયમમાં બનાવાશે ગ્રીન સ્પેસ

વડાપ્રધાન મોદીની સુરક્ષા પાછળનો રોજનો ખર્ચ રૂ.1.62 કરોડનો.. લોકસભામાં રાજ્યકક્ષાનાં ગૃહમંત્રીએ આપ્યો જવાબ

હિમાચલ પ્રદેશનાં લાહોલ સ્પિતિમાં ભારે બરફવર્ષા.. બરફનાં જામ્યા થર.. મેદાની વિસ્તારમાં પણ ઠંડી વધવાની શક્યતા

અમેરિકાનાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે આપ્યું મોટું નિવેદન.. કહ્યું પાકિસ્તાની આતંકી હાફિઝ સઇદને 26-11નાં મુંબઇ હુમલા માટે ગણાવવો જોઇએ જવાબદાર

ચીનમાં કોરોના વાઇરસનો કહેર યથાવત.. કોરાનાને કારણે ચીનમાં વધુ 116 લોકોનાં મોત.. મૃતકોની સંખ્યા વધીને 1500ની નજીક

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી વધારાનાં એંધાણ.. ઓપેકે ક્રૂડ ઉત્પાદનનો અંદાજ ઘટાડતાં ક્રૂડનાં ભાવમાં ભડકો..

Leave Comments