હેડલાઈન @ 8.00 PM

February 12, 2019 575

Description

ચૂંટણી પ્રચાર માટે ભાજપે જાહેર કર્યો ચાર સુત્રીય કાર્યક્રમ.. અમિત શાહે અમદાવાદ ખાતેનાં પોતાનાં નિવાસસ્થાનેથી મેરા પરિવાર, ભાજપ પરિવાર કાર્યક્રમનો કર્યો પ્રારંભ..

ગોધરાના ક્લસ્ટર સંમેલનથી અમિત શાહે કર્યા કોંગ્રેસ વાર..કહ્યું ભાઇ લગ્ન ન કર્યા તો બહેન આવી ગયા..ગુજરાતને કોંગ્રેસે કર્યો હળહળતો અન્યાય

લોકસભા માટે મુરતિયાની પસંદગી માટે કોંગ્રેસની કવાયત..15મીએ અહેમદ પટેલ,પ્રભારી સહિતના નેતાઓ સાથે કરશે મંથન..મહિનાના અંત સુધીમાં યાદી તૈયાર કરવા રાહુલની સુચના

અખિલેશ યાદવને પ્રયાગરાજ જતા લખનઉ એરપોર્ટ પર જ અટકાવાયા.. અલ્હાબાદ યુનિવર્સિટીનાં કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા.. સપા કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

અખિલેશને રોકવા પર યોગી આદિત્યનાથે કહ્યું હિંસા ભડકાવવા જઇ રહ્યા હતા અખિલેશ.. અખિલેશે કહ્યું યોગી સરકારની ઠોકશાહીની નીતિ.. ડરી ગઇ ગઠબંધનથી સરકાર

રાફેલને લઇને રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર.. એક ઇમેલનો હવાલો આપીને કહ્યું રાફેલ ડીલ પહેલાં અનિલ અંબાણી મળ્યા હતા ફ્રાન્સનાં રક્ષામંત્રીને.. રિલાયન્સે આપી સફાઇ

દિલ્હીની અર્પિત પેલેસ હોટેલમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી લાગી આગ.. 17 લોકોનાં મોત.. હોટેલની બેદરકારી હોવાનો પ્રાથમિક અહેવાલ..

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ.. હિલાલ અહેમદ ડાર નામનો વોન્ટેડ આતંકી ઠાર.. સેનાનાં જવાન પણ શહીદ

મહિસાગરમાં વાઘ જ નહીં પરંતુ વાઘનો આખો પરિવાર હોવાની આશંકા…વન વિભાગે કરી વાઘ હોવાની પુષ્ટી…સરકારે કહ્યું ગુજરાત માટે ખૂબ આનંદની વાત..

Leave Comments