હેડલાઈન @ 7PM

November 21, 2020 170

Description

રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1515 પોઝિટિવ કેસ નોંધાયા.. અમદાવાદમાં 373 તો સુરતમાં 262 કેસ નોંધાયા…

રાજ્યના નાના શહેરોમાં લોકો ભૂલી ગયા કોરોના… બજારોમાં જોવા મળ્યા લોકોના ટોળે ટોળા… ન જળવાયું સામજીક અંતર… માસ્કનો પણ જોવા મળ્યો અભાવ…

રાજ્યના 4 શહેરમાં કર્ફ્યૂનો આદેશ છતાં નેતાઓને નથી કોરોનાનો ખૌફ… માંડવીમાં મંત્રી ગણપત વસાવા-ધારાસભ્ય આત્મારામ પરમારની ડીજેના તાલે રેલી…

કર્ફ્યૂગ્રસ્ત અમદાવાદમાં બપોર સુધીમાં જાહેરનામા ભંગના 116 ગુના, 130 લોકોની અટકાયત… અમદાવાદની સરહદ પર પોલીસનો ચાંપતો પહેરો….

તો અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટનો વારો… રાત્રે 9થી સવારના 6 સુધી ત્રણ શહેરોમાં લાગશે અનિશ્ચિત કાળ માટે કરફ્યૂ…

કોરોનાના વધતાં સંક્રમણને પગલે કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા… કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ કેન્સર હોસ્પિટલમાં આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક…

Leave Comments