હેડલાઈન @ 7 PM

September 15, 2019 665

Description

નર્મદા ડેમ ઐતિહાસીક સપાટીએ.. પ્રથમ વખત જળસપાટી 138 મીટરને પાર.. ડેમ ઓવરફ્લો થવાના આરે… 23 દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી..
———————–
17મીએ થશે ઉજવણીનો ત્રીવેણી સંગમ.. જન્મદિવસે જ વડાપ્રધાન મોદી કરશે નર્મદાના નીરના વધામણા.. રાજ્યભરમાં ઉજવાશે નમામી દેવી નર્મદે મહોત્સવ..
———————–
નિલકંઠવર્ણી વિવાદ પર બોલ્યા મોરારિ બાપુ. કહ્યું, મારી નહીં સનાતન ધર્મની માફી માગો. ભિખમાં મળે તેને ક્ષમા ન કહેવાય.
———————–
અમદાવાદમાં PUCમાં લાલીયાવાડી. અનેક સેન્ટર્સ પર ચેકિંગ વિના જ અપાઇ રહ્યા છે PUC.સંદેશ ન્યૂઝના સ્ટીંગ ઓપરેશનમાં કેદ થઈ કાવતરાબાજી.
———————–
કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસ આતંકવાદ, હુલ્લડ અને તોફાનોને પ્રોત્સાહન આપે છે. આવી પ્રવૃતિઓના કારણે જ અલ્પેશે છોડી કોંગ્રેસ.
———————–
રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના ભાજપને બેફામ અપશબ્દો… ઓડીયો ક્લીપ થઇ વાયરલ..
———————–
ભારે ગંદકીના કારણે બનાસકાંઠાના પાલનપુરમાં ડેન્ગ્યુનો ભરડો. 1 હજાર જેટલા શંકાસ્પદ કેસ. પ્રાઈવેટ અને સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાયા.
———————–
ગાંધીનગરમાં 3 હત્યા કરનારો સિરિયલ કિલર આખરે ઝડપાયો.. છેલ્લા કેટલાય મહિનાથી વોન્ટેડ ફરી રહ્યો હતો સિરિયલ કિલર.. પોલીસે જાહેર કર્યું હતું 2 લાખનું ઇનામ..
———————–
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની કબુલાત.. કહ્યું ભારત સાથે યુદ્ધ થશે તો પાકિસ્તાન હારી જશે..
———————–
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ આજે.. ઘર આંગણે સતત ચોથી જીત પર ટીમ ઇન્ડિયાની નજર..
———————–

Leave Comments