હેડલાઈન @ 7 PM

January 8, 2019 815

Description

10 ટકા સવર્ણ આર્થિક અનામતના સમર્થનમાં કોંગ્રેસ, SP, BSP, AAP અને NCP. ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં પણ મળશે આરક્ષણ.જેટલીએ કહ્યું; અત્યાર સુધી નહોતા યોગ્ય દિશામાં પ્રયાસ.
——————————
NDAથી નારાજ પક્ષોને અમિત શાહે આપી ચેતવણી. ભાજપ ગઠબંધન વિના પણ તમામને આપશે કારમી હાર. કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર રહેવા સલાહ.
——————————
CID ક્રાઈમનું નિવેદન; ગાંધીધામ અને સામખિયાળી વચ્ચે કન્ટ્રી મેડ વેપનથી કરાઇ ભાનુશાળીની હત્યા..રાત્રે 12:57 કલાકે 3 મિનીટ માટે ચેઇન પુલિંગ.
——————————
ભાનુશાળી પરિવારના છબિલ પટેલ પર આરોપ.. કહ્યું સોપારી આપી ભાગી ગયો અમેરિકા. છબીલ પટેલ સહિત 5 લોકો પર વ્યક્ત કરી શંકા…
——————————
ભાનુશાળીના ભત્રીજાએ નોંધાવી છબિલ સહિત 5 સામે ફરિયાદ.છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી,જયંતિલાલ ઠાકર અને ઉમેશ પરમાર સામે ફરિયાદ..
——————————
સિંચાઇ વિભાગના વિવાદિત પરીપત્રના વિરોધમાં સુરતમાં 10 હજારથી વધુ ખેડૂતોની જળયાત્રા..પ્રવેશ ન મળતા રોડ બેસી કર્યો ચક્કાજામ..
——————————
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં આવશે ગુજરાત..પ્રવાસ અને ચૂંટણી અંગે 10મીએ દિલ્હીમાં તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા
——————————
લોકસભાના ફંડને અંગે 11મીએ કોંગ્રેસની બેઠક..તમામ હોદ્દેદારોને કામગીરીના પુરાવા સાથેનો રિપોર્ટ લાવવા આદેશ…તો તાલુકા પ્રમુખો પાસેથી લેશે ફંડનો હિસાબ
——————————
સુરતના વરાછા બ્રીજ પર બાઈક સવારનુ પતંગની દોરીથી કપાયુ ગળુ.ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો…
——————————
અમદાવાદમાં 13 વર્ષના સગીરે 3 વર્ષના બાળકની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો…ઘર સાફ કરવું પડતું હોવાથી સગીરને ગુસ્સો આવતા માર્યો હતો માર…
——————————

Leave Comments