હેડલાઈન @ 7 PM

January 3, 2019 680

Description

 

લોકસભાચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને મોટી ભેટ. આખરે રાજકોટને મળી એઇમ્સ. નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત.
—————————
નદીનો પટ ખારો ન થાય તે માટે નર્મદામાં 1500 ક્યૂસેક પાણી છોડવા સરકારની ટ્રિબ્યુનલમાં માગ. હાલ 600 ક્યૂસેક પાણી ચાલુ રાખવા આદેશ.NCAની આવતીકાલે મીટિંગ.
—————————
રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા નર્મદા ડેમમાં મધ્યપ્રદેશ સુધી ક્રૂઝ દોડાવવાની વિચારણા.ગિરનાર-જૂનાગઢ રોપ-વે પણ નજીકના ભવિષ્યમાં થશે શરૂ.
—————————
મોદી સરકાર ખેડૂતો માટે કરી શકે છે મોટી જાહેરાત..સિઝનમાં પ્રતિ હેક્ટર 4 હજારની સહાયનો કરી શકે છે નિર્ણય.. આર્થિક સહાયનાં પૈસા જમા થશે સીધા બેંકમાં..
—————————
ગુજરાત પાસેથી કેન્દ્ર ખરીદશે 6 લાખ 75 હજાર મેટ્રિક ટન મગફળી.ગુજરાતમાં કોલસા અને રેલ માટે મુશ્કેલી નહીં થાય.
—————————
અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોરની આવતીકાલે વાડજ સ્મશાનગૃહમાં કરવામાં આવશે અંતિમવિધિ. ફરિયાદ નોંધવાની તજવીજ.મૃતક PSIના પિતા સત્યેન્દ્રસિંહ કેસના ફરિયાદી.
—————————
અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા એક કિશોરનું મોત…કિશોરનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઈનકાર… પ્લેટિનમ હોટેલના માલિક અને મેનેજર વિરુદ્ધ ફરિયાદ….
—————————
ગીરના જંગલમાં જોવા મળ્યું વનરાણીનું વાત્સલ્ય. બે દીપડાના બચ્ચાંનું સિંહણ લાલનપાલન કરતી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ.
—————————
ઉત્તર ભારત કાતિલ કોલ્ડવેવમાં ઠૂંઠવાયું.. લેહમાં માઈનસ 17.1 કિલોંગમાં માઈનસ 11.1 ડિગ્રી તાપમાન.. રાજ્યમા પણ ઠંડીનો ચમકારો..
—————————

Leave Comments