હેડલાઈન @ 7 PM

September 18, 2018 845

Description

ખેડુતોના મુદ્દે કોંગ્રેસના હાઇવોલ્ટેજ ડ્રામાનો ફિયાસ્કો…વિધાનસભા ઘેરાવ નિષ્ફળ જતાં પ્રભારી સાતવ નારાજ…સિનિયરોએ સામે ચાલીને અટકાયત વ્હોરતાં અકળાયા..

30 મિનિટ સુધી વિધાનસભાના ગેટ પર પોલીસ અને કોંગ્રેસના નેતાઓ ચાલી ઝપાઝપી અને ધમાચકડી..ઠુમ્મરે ધક્કા માર્યા..પોલીસને પથ્થર વાગ્યો..

આંદોલન પર ભાજપ-કોંગ્રેસ આમને-સામને… ડે.સીએમએ કહ્યું ખેડૂતોના નામે કોંગ્રેસ સાધે છે અંગત સ્વાર્થ… તો ચાવડાએ કહ્યું ખેડૂતોને ગુલામીમાં ધકેલવાની ભાજપની નીતિ

કરસિંહ વાઘેલા લોકસભા પહેલા મેદાને…કહ્યું કોઇ પોર્ટીમાં જોડાયા વગર ભાજપને હરાવીશ..મને અડવાણીએ કહ્યું ગાંધીનગરથી લડશે..

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો.. પેટ્રોલમાં 10 પૈસા તો ડીઝલમાં 9 પૈસાનો વધારો… પેટ્રોલનો ભાવ પહોંચ્યો 82 રૂપિયાની આસપાસ..

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર…આજે બનાસકાંઠા અને સુરતમાં એક એક મોત…તો અમદાવાદમાં 17 દિવસમાં જ 11 મોતથી હાહાકાર..આરોગ્ય વિભાગ હજુ પણ ઊઁઘમાં…

પ્લાસ્ટિક પ્રતિબંધને લઇને સતત 5માં દિવસે અંબાજી બંધ…. ધરપકડ કરાયેલા અગ્રણીઓને મુક્ત કરશે તો જ ધંધા રોજગાર ખુલશે…વેપારીઓ પોતાની માગ પર અડગ

વલસાડમાં ગણેશ વિસર્જન કરવાની ઉતાવળે ભાન ભૂલ્યા..સ્કૂલમાં જ વિદ્યાર્થીને પૂરી રાખીને ઘરે ગયા..કલાકો બાદ જાણ થતાં દોડતા થયા..

સંદેશની મુહિમ ઓપરેશન ઓ મા બાદ સાલ હોસ્પિટલને મા યોજનામાંથી કરી સસ્પેન્ડ.તો સેવિઅર હોસ્પિટલ સામે તપાસના આદેશ..અગાઉ ત્રણ હોસ્પિટલને કરી હતી સસ્પેન્ડ

Leave Comments