હેડલાઈન @ 7 PM

September 16, 2018 515

Description

ઇંધણના સળગતા ભાવ વચ્ચે નેતાઓની બકવાસ.. પેટ્રોલિમ મંત્રીએ કહ્યું, ગરીબો માટે પૈસા વાપરવા છે માટે ભાવ ન ઘટે.. તો આઠવલે બોલ્યા મંત્રી છું મને ન નડે..

પેટ્રોલ-ડીઝલના ભાવે ફરી તોડ્યો રેકોર્ડ.. ભાવનગરમાં પેટ્રોલ 82 રૂપિયો તો ડીઝલે વટાવી 80ની સપાટી.. અન્ય શહેરોમાં પણ પેટ્રોલ 81ની આસપાસ..

રાજ્યમાં નશાના સોદાગરો હવે કુરિયરથી કરવા લાગ્યા ડ્રગ્સની હેરાફેરી.. ભરૂચમાં સાડા ચાર કિલો ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા…એફએસએલની મદદથી તપાસ તેજ..

વડોદરામાં અલ્કાપુરી પોલીસ ચોકીના PSIએ કર્યો આપઘાત.. સ્યુસાઇડ નોટમાં લખ્યું PSIની નોકરી મારાથી થાય તેમ નથી મને માફ કરશો..

દાહોદમાં ઉદ્યોગપતિ પરના ફાયરિંગનો મામલો.. ફાયરિંગ કરનાર ભૂપેન્દ્ર દરડાનો મળ્યો મૃતદેહ.. નજીકથી રિવોલ્વર પણ મળી..

રાજકોટમાં હાથ-પગ કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર.. પોલીસે FSLની મદદથી હાથ ધરી તપાસ..

રાજ્યમાં રોગચાળાનો હાહાકાર…મહિસાગર, રાજકોટમાં સ્વાઇનફ્લૂથી વૃદ્ધાનું મોત… તો અમદાવાદ સિવીલમાં નર્સિંગ સ્ટાફ જ રોગચાળાની ઝપેટમાં..

સતત વધતી નર્મદા ડેમની સપાટીમાં આજે નોંધાયો ઘટાડો.. હાલ ડેમની સપાટી 125.78 મીટરે.. 24 કલાકમાં 4 સેમીનો ઘટાડો..

Leave Comments