હેડલાઈન @ 7 PM

September 12, 2018 470

Description

ખેડુતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય.. રાયડો, મગફળી, સોયાબીન, તલના બજાર ભાવ ટેકાના ભાવનો તફાવત કેન્દ્ર સરકાર ચૂકવશે..ખેડુતોની કમાણી બમણી કરવા પ્રયાસ..

9 હજાર કરોડના કૌભાંડી વિજય માલ્યાનો મોટો ધડાકો..કહ્યું દેશ છોડતા પહેલા હું નાણામંત્રી જેટલીને મળ્યો..સેટલમેન્ટની કરી હતી વાત…

અમદાવાદમાં સામુહિક આપઘાત પાછળ કાળાજાદુના વહેમની આશંકા…પોલીસે સ્યુસાઇડનોટના આધારે તપાસ કરી તેજ….ઘટના પર ઉઠી રહ્યા છે અનેક સવાલ..

હાર્દિકના ઉપવાસ આંદોલનનું સુરસૂરિયું… 19માં દિવસે કોઇ શરત વગર સમાજના આગેવાનાના હાથે કર્યા પારણાં…

ઉપવાસ સમેટવાની જાહેરાત બાદ નીતિન પટેલે કહ્યું બિનશરતી પારણા સારી વાત… પણ બહારના નેતાના હાથે ગ્રહણ કરી સમાજના અગ્રણીઓનું અપમાન કર્યું…

સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જેતપુરના સાડી ઉદ્યોગને મળી 3 મહિનાની રાહત… ડાંઈગ એસોશિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCBએ કર્યો નિર્ણય…

ઇંધણના ભાવમાં સતત થઇ રહ્યો છે વધારો… બુધવારે રાજ્યના મહાનગરોમાં પેટ્રોલ 80ને પાર… તો ડિઝલ 78 રૂપિયાને આંબ્યું…

જીવાદોરીની જળસપાટી 125.71ને પાર… ડેમની જળસપાટીમાં દર કલાકે 3 સેમીનો વધારો… ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની થઇ રહી છે આવક

ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગળ્યો.. અમેરિકી ડોલર સામે રૂપિયો 72.87 પર .. ક્રુડના ભાવમાં વધારો રૂપિયાના રકાસનું કારણ..

Leave Comments