હેડલાઈન @ 7 AM

October 15, 2020 1370

Description

અનલૉક 5 અંતર્ગત દેશભરમાં આજથી શરૂ થશે મલ્ટીપ્લેક્સ, સિનેમા હોલ, સ્કુલ, સ્વિમીંગ પૂલ અને બાગ – બગીચા… કોવિડની ગાઇડલાઇનનુ કરવુ પડશે પાલન

ગુજરાતમાં હજી 2-3 દિવસ નહીં ખુલે મલ્ટીપ્લેક્સ.. શુક્રવારથી શરૂ થશે સિંગલ સ્ક્રીન.. ગુજરાતમાં મોટી સ્ક્રીન પર હાલ દર્શાવાશે માત્ર ગુજરાતી ફિલ્મો..

કપરાડા અને ડાંગ બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર.. હજી લીંબડી બેઠક માટે ઉમેદવાર આજે નક્કી કરશે કોંગ્રેસ.. બાકીના તમામ આજે નોંધવશે ઉમેદવારી

ગુજરાતમાં કોરોનાના નવા 1175 કેસ.. વધુ 11 દર્દીના થયા મોત.. અત્યાર સુધીમાં 3598 દર્દીના થયા મોત.. ગુજરાતમાં કોરોનાના કુલ 1, 55, 098 કેસ

તેલંગાણામાં ભારે વરસાદથી 25 વ્યક્તિના થયા મોત.. ફક્ત હૈદરાબાદમાં જ 15ના મોત.. રસ્તા નદીમાં ફેરવાયા.. ઘર અને વાહનો થયા પાણીમાં ગરકાવ

દિલ્હી કેપીટલ્સે રાજસ્થાન રોયલ્સને 13 રનથી પછાડ્યુ.. તુષાર પાંડેએ છેલ્લા બોલે પણ લીધી વિકેટ.. રાહુલ તેવતીયાનુ પણ નબળુ પ્રદર્શન

Leave Comments