હેડલાઈન @ 7 AM

September 27, 2020 815

Description

ગુજરાતમાં કોરોનાના નવા 1417 કેસ.. 13ના થયા મોત.. સૌથી વધુ 297 કેસ સુરતમાં.. તો અમદાવાદમાં 195 કેસ.. રાજકોટમાં 168 તો વડોદરામાં 136 કેસ

આ વર્ષે GMDCમાં નહીં થાય નવરાત્રીની ઉજવણી… મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત.. રાજ્ય કક્ષાનો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ્દ

અકાલી દળે મોદી સરકારને આપ્યો ઝાટકો.. 22 વર્ષ જૂનુ ગઠબંધન તોડી NDA સાથે ફાડ્યો છેડો… કૃષિબિલના વિરોધમાં લીધો નિર્ણય

કોરોના કાળ વચ્ચે PM નરેન્દ્ર મોદી આજે કરશે મન કી બાત.. રેડીયો પર લોકો પાસેથી માંગશે અભિપ્રાય… મોદી સરકાર 2.0 માં PM 16મી વાર કરશે મનકી બાત

આજે યોજાશે IITમાં પ્રવેશ માટેની JEE એડવાન્સની પરીક્ષા.. દેશભરની 23થી વધુ IITની 11,000થી વધુ બેઠકો પર ઓનલાઇન એક્ઝામ

IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝ હૈદરાબાદને 7 વિકેટે પછાડ્યુ.. બેટ્સમેન શુભમન ગીલ અને ઇયોન મોર્ગનની ધમાકેદાર બેટીંગ

Leave Comments